GSTV
Home » News » અસદુદ્દીન ઓવૈસીએ ભારત રત્ન સન્માનને લઈને ઉઠાવ્યા સવાલ

અસદુદ્દીન ઓવૈસીએ ભારત રત્ન સન્માનને લઈને ઉઠાવ્યા સવાલ

એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભારત રત્ન સન્માનને લઈને સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ મહાષ્ટ્રના કલ્યાણમાં એક જનસભામાં કહ્યુ કે, બંધારણના ઘડવૈયા બાબા સાહેબને મજબૂરમાં  ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.  ઓવૈસીએ સવાલ  ઉઠાવતા જણાવ્યુ હતુ કે, દેશમાં કેટલા દલિત, આદિવાસી, મુસલમાન અને ગરીબનોને ભારત રત્ન  એવોર્ડ આપવામાં આવ્યો? 

બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન આપવામાં આવ્યુ પરંતું દીલથી નહી પણ મજબૂરીથી આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.  ઓવૈસીએ જનસભામાં પ્રકાશ આંબેડકરના વખાણ પણ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, આપણે આપણા પુર્વજોને યાદ કરીને લડાઈ લડવી પડશે. મહત્વપૂર્ણ છે કે, અસદુદ્દીન ઓવૈસી મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાના છે. જેથી ઓવૈસી મહારાષ્ટ્રમાં જનસભાઓને ગજવી રહ્યા છે.

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!