ઘરેલું શેર બજારોમાં લિસ્ટિંગ પછી આજે Route Mobile (રૂટ મોબાઈલ)ના શેયર્સમાં જબરદસ્ત ઝડપી તેજી જોવા મળી. બોમ્બે સ્ટોક્સ એક્સચેંજ (બીએસઈ) પર લિસ્ટિંગ પછીની આજ કંપનીના શેર્સની 105 ટકાથી વધારે ઉછળીને 725 રૂપિયા પર પહોંચી ગયા છે. તેના કસ્ટમરોનો ડબલ નફો મળ્યો છે. તેની ઈશ્યૂ પ્રાઈઝ 350 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાઈ હતી, પરંતુ બપોરે 12વાગ્યા આસપાસ Route Mobile ના શેર્સ 683 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. Route Mobileનો આઈપીઓને 75 ગણો વધારે સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો.
આ કંપનીનો આઈપીઓ માટે 89 કરોડ શેર્સની બીડ મળી
ક્લાઉડ કમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરતી આ કંપનીની પબ્લિક ઓફરિંગ હેઠળ 600 કરોડ રૂપિયા રોક્યા છે. આ કંપનીનો આઈપીઓ માટે 89 કરોડ શેર્સની બીડ મળી હતી. જ્યારે કુલ જારી કરેલા શેર્સની સંખ્યા 1.21 કરોડ છે. રિટેલ રોકાણકારોને આ શેરના 12.85 ગણા સબસ્ક્રાઈબ કર્યા છે. જ્યારે કે ક્વોલિફાઈડ ઈસ્ટીટ્યૂશનલ બાયર્સ (QIBs) કેટેગરીમાં 91 ગણા વધારે સબસ્ક્રાઈબ થયા છે. ગૈર સંસ્થાગત રોકાણકારોએ ROUTE MOBILE ને 195.61 ગણું સબસ્ક્રાઈબ કર્યું છે.
બંને દિવસોમાં આઈપીઓ લિસ્ટિંગ શાનદાર રહ્યું
ROUTE MOBILEનો શેર એવા સમયે લિસ્ટ પર રહ્યો છે જ્યારે બંને દિવસોમાં આઈપીઓ લિસ્ટિંગ શાનદાર રહ્યું હતું. ગત સપ્તાહે Happiest Minds Technologies Ltd.ના શેર લિસ્ટિંગના પહેલા દિવસે જ બેગણું થઈ ગયું. એના એક દશકમાં સૌથી સફળ લિસ્ટિંગમાંથી એક માનવામાં આવી રહ્યું છે. CAMS, Chemcon Chemicals અને Angel Broking ના આઈપીઓ આવનારા છે.
મુંબઈમાં ઓફિસ ખરીદવા અને જનરલ કોર્પોરેટ કાર્યો માટે પણ ઉપયોગ કરાશે
ROUTE MOBILE માં ફ્રેશ ઈશ્યુ 240 કરોડ રૂપિયા અને ઓફ ઓફ સેલનો હિસ્સો 360 કરોડ રૂપિયાનો છે. ઓફર માટે પ્રાઈઝ રેન્જ 345-350 રૂપિયા સુધીનો હતો. કંપનીએ કહ્યું કે આ રકમનો ઉપયોગ પોતાની ઉધારી ચુકવવા માટે કરવામાં આવશે. આ સિવાય વ્યાપારી વ્યૂહરચના માટે મુંબઈમાં ઓફિસ ખરીદવા અને જનરલ કોર્પોરેટ કાર્યો માટે પણ ઉપયોગ કરવામાં આવશે. રૂટ મોબાઈલ માટે હેડ મેનેજર્સમાં આઇસીઆઈસીઆઈ સીક્યોરિટીઝ, એક્સિસ કેપીટલ, અડેલવાઈઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ શામેલ છે.
READ ALSO
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ