વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલી અને ખાવાના કારણે મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે અને એવામાં બધાં આહાર થકી વજન ઓછું કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમના મનમાં હમેશા એક પ્રશ્ન થાય છે કે તે ખાવામાં શું ખાવું અને શું ના ખાવું જોઈએ? આ સાથે લોકોના મનમાં આ વાતને લઈને પણ શંકા રહે છે કે ડાઈટિંગ સમયે રોટલી જમવી કે નહી? જો તમે પણ આ મૂંઝવણમાં છો. તો ચાલો તમને જણાવીએ કે રોટલીને લઈને નિષ્ણાંતનો શું અભિપ્રાય છે.
રોટલી ખાવાથી વજન વધે છે કે નહી?
ઘઉની રોટલીમાં કાર્બોહાઇટ્રેડ હોય છે, અને તે માટે વજન ઓછું કરનાર લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ શું તમે જાણો છો કે રોટલી ખાવાના શું ફાયદા છે? તો આજે જાણીશું રોટલી ખાવાથી શું ફાયદાય થાય છે કે નહીં?

એક રોટલીમાં કેટલું હોય છે પોષણ?
આરોગ્ય નિષ્ણાત મુજબ, એક મીડિયમ સાઇઝ રોટલીનું વજન લગભગ 40 ગ્રામ હોય છે અને તેમાંથી 120 કેલરી હોય છે. રોટલી ખાવાથી કેલરી-રીચ અને કાર્બોહાઇડ્રેટ ફોર્ટિફાઇટ ડાઇટસથી બચી શકો છો. તે સિવાય રોટલીમાં વિટામિન બી1 હોય છે, જે એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે અને બોડીથી ફ્રી રેડિકલ્સ ઓછું કરે છે. જો તમે મલ્ટીગ્રેન રોટલીનું સેવન કરો છો તો તેનું ગ્લાઈસીમિક ઇંડેક્સ ઓછું થાય છે, જે શુગર લેવલ નથી વધારતું. એટલા માટે ડાયાબિટીસના દર્દી મલ્ટીગ્રેન રોટલીનું સેવન કરી શકે છે.
એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઇએ?
પુરુષોને એક દિવસમાં લગભગ 1700 કેલરીની જરૂરીયાત હોય છે, એવામાં તે લંચ અને ડિનરમાં ત્રણ-ત્રણ રોટલી જમી શકે છે. ત્યાં, મહિલાઓને એક દિવસમાં 1400 કેલરીની આવશ્યકતા હોય છે અને તે લંચ અને ડિનરમાં બે-બે રોટલી જમી શકે છે. તે સિવાય રોટલી સાથે શાકભાજી અને સલાડ પણ લેવો જોઈએ.
નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.
READ ALSO
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?