GSTV

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Last Updated on June 25, 2021 by Dhruv Brahmbhatt

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ખતમ થઇ ચૂકી છે. કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યુઝીલેન્ડની ટીમએ ટેસ્ટ ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ મેચમાં વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયાને આઠ વિકેટથી પરાજય કરીને પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓના હાથમાંથી વર્લ્ડ કપ જીતવાનો મોકો પણ ચાલ્યો ગયો. એ એટલાં માટે કારણ કે, આને ટેસ્ટ ક્રિકેટનો વર્લ્ડ કપ કહેવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઇશાંત શર્મા જેવાં ક્રિકેટરો પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો મોકો કદાચ ન આવે.

(ross taylor)

કારણ કે, આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હજુ ઘણો સમય બચ્યો છે. ઉંમર, ફોર્મ અને ફિટનેસને જોતા આ વાતની સંભાવના ઓછી થઇ રહી છે કે, આ ખેલાજીઓ આગામી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રમતા જોવા મળશે. એવામાં સાઉથૈંપ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમનાર વધુ એક દિગ્ગજ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસને લઇને મોટું નિવેદન આપ્યું છે.

હકીકતમાં, ન્યુઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન બીજે વાટલિંગ WTC ખતમ થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. તેઓએ મે મહીનામાં જ આ બાબતની જાહેરાત કરી દીધી હતી કે WTC ફાઇનલ તેમના કેરિયરની અંતિમ મેચ હશે. આ ઉદ્દેશથી તેઓએ વર્લ્ડ ચેમ્પિયન તરીકે શાનદાર વિદાય નસીબ થઇ. એવામાં, ન્યુઝીલેન્ડના સૌથી અનુભવી ખેલાડીઓમાં સૌથી પ્રસિદ્ધ રૉસ ટેલર (Ross Taylor) એ પણ હવે સંન્યાસ લેવા મામલે મોટી વાત કહી દીધી છે. તેઓએ જણાવ્યું કે, “તેઓ પોતાના કેરિયરના અંતિમ પડાવ પર છે અને હવે સૌથી પહેલાં તેઓ પોતાના ઘરે જઇને પરિવારને મળવા ઇચ્છે છે.

મારી અંદર ન્યુઝીલેન્ડ માટે હજુ પણ થોડી ક્રિકેટ બાકી

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનાર રૉસ ટેલરએ જણાવ્યું કે, ‘હું ઘરે પરત ફરીને મારા પરિવારને જોવા માટે ઉત્સાહિત છું.’ તેઓએ એક ખાનગી ન્યુઝ ચેનલને જણાવ્યું કે, ‘નિશ્ચિત રૂપથી હું મારા કેરિયરના અંતિમ પડાવ પર છું. પરંતુ આપણે ભાવનાઓમાં આવીને ઉતાવળમાં કોઇ પણ નિર્ણય કરવા નથી ઇચ્છતા. આશા છે કે, મારી અંદર ન્યુઝીલેન્ડ માટે હજુ પણ થોડી ક્રિકેટ બાકી છે. રૉસ ટેલર ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. ટેલરએ 2023 વર્લ્ડકપમાં રમવાની ઇચ્છા રજૂ કરી હતી, તેનો અર્થ એ થયો કે, તે ઓછામાં ઓછાં 2 વર્ષ બાદ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. રૉસ ટેલરએ ન્યુઝીલેન્ડ માટે 108 ટેસ્ટમાં 7564 રન બનાવ્યાં છે જ્યારે 233 વનડેમાં 8581 રન બનાવ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!