GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ગિરનાર પર્વત પર રોપવેનું કામ પૂર્ણતાના આરે, ડોળીમાં પ્રવાસીઓને લઈ જતા લોકોએ સરકાર પાસે કરી આ માગ

ગીરનાર પર્વત પર ડોળીમાં પ્રવાસીઓને લઈ જતા લોકો રોપ-વે થવાથી બેરોજગાર બને તેવી શક્યતાઓ છે. જેથી સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી ડોળી વાળાઓની માંગણી છે. ગિરનાર પર્વત પર રોપવે નું કામ હવે પૂર્ણતાના આરે છે. રોપવે નો મોટો વિરોધ જૂનાગઢના ગિરનાર પર્વત પર ડોળીમાં પ્રવાસીઓને ઉપર લઈ જતા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.

કારણકે રોપ-વે શરૂ થવાથી પોતે બેરોજગાર બની જશે અને પોતાની રોજીરોટી છીનવાઇ જશે જેથી તેઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે સરકાર ડોળી એસોસિએશનના લોકોની રોજીરોટી માટે કંઈક વિચાર કરશે. આ બાબતને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેવામાં ભવનાથ તળેટીમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામે આવેલ પાર્કિંગની જગ્યામાં ડોળી વાળાઓને 104 દુકાનો બનાવી આપવામાં આવશે. આ માટે આજે પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી જવાહાર ચાવડા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કામ એકાદ વર્ષમાં પૂર્ણ થશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે. આ અંગે ડોળી એસોસિયેશનના પ્રમુખ જણાવી રહ્યા છે કે કુલ 197 ડોળી વાળા લોકો નોંધાયેલા હતા જેમાંથી 104 લોકોને જ દુકાનો મળી છે અન્ય લોકોના મૃત્યુ થયા છે જેથી તેના પરિવારજનોને પણ કંઈક લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!