GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

આ કારણે 13 વર્ષ નાના પ્રેમી સાથે લિવઈન સંબંધમા રહેતી હતી મહાભારતની દ્રોપદી!

કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકાડઉન ચાલી રહ્યુ છે. જેથી ડીડી ભારતી પર રામાયણનુ રી-ટેલિકાસ્ટ થઈ રહ્યુ છે.પબ્લિક ડિમાન્ડ પર બીઆર ચોપડા દ્વારા નિર્દેશિત મહાભારતનુ પ્રસારણ ફરીથી કરવામાં આવી રહ્યુ છે. મહાભારત ટીવી પર પરત ફરતા જ આ સિરિયલને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. મહાભારતમાં દ્રોપદીનુ પાત્ર ભજવનાર અભિનેત્રી રૂપા ગાંગુલીને પણ ફેન્સનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. ત્યારે અમે આજે તમને જણાવીશું રૂપા ગાંગુલીના જીવન સાથે જોડાયેલી કેટવીક વાતો.

બંનેની વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા

મહાભારતની દ્રોપદી એટલે કે અભિનેત્રી રૂપા ગાંગુલી વર્તમાન સમયમાં પ્રોફેશનલ લાઈફની સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છે. જણાવી દઈએ કે, તેણીની પર્સનલ લાઈફ ખૂબ સારી રહી નથી. તેણીએ પોતાની લાઈફમાં ઘણી મુસીબતોનો સામનો કર્યો છે. વર્ષ 1992 માં તેણીએ ધુબ્રો મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. પહેલા તો બધુ ઠીક ચાલી રહ્યુ હતુ અને બંનેનો એક દિકરો પણ હતો. દિકરાના જન્મ બાદ કેટલાક દિવસો પછી બંનેની વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હતા. જેથી લગ્નના 14 વર્ષ બાદ તેણી વર્ષ 2007માં અલગ થઈ ગયા અને ત્યારબાદમાં ઔપચારિક રૂપથી જાન્યુઆરી વર્ષ 2009માં તેણીએ ડિવોર્સ લઈ લીધા હતા.

ત્રણ વખત સુસાઈડ કરવાની કોશિશ પણ કરી

રૂપાએ પોતાના પતિ માટે પોતાનુ કરિયર છોડી દીધુ હતુ અને તેની સાથે કોલકાતા ચાલી ગઈ હતી. જ્યાં તેણી પૂર્ણ રીતે હાઉસવાઈફ બની ગઈ હતી, પરંતુ તેને દરરોજના ખર્ચ માટે પૈસા આપવામાં આવતા નથી. આ કારણે જ તેણીએ આ દરરોજના ઝગડાઓથી છુટકારો મેળવવા માટે ત્રણ વખત સુસાઈડ કરવાની કોશિશ પણ કરી હતી. પતિથી અલગ થયા બાદ તેણી પોતાનાથી 13 વર્ષ નાના ગાયક પ્રેમની દિબ્યેંદુની સાથે પોતાના મુંબઈના ફ્લેટમાં રહેતી હતી, જ્યાં બાદમાં તેણી દિબ્યેંદુથી પણ અલગ થઈ ગઈ હતી. જોકે, તેણી દિબ્યેંદુ સાથે રહેતી હતી ત્યારે તેની પતિ સાથે તેના છુટાછેડા થયા ન હતા. આ બધી જ હકીકત તેણીએ વર્ષ 2009માં પ્રસારિત થયેલા ટેલિવિઝનના રિયાલિટી શો સચ કા સામનામાં ખોલી હતી.

રૂપાએ આ ફિલ્મોમાં કર્યુ છે કામ

ઉલ્લેખનીય છે કે, રૂપા ગાંગુલીએ બોલીવુડની ‘સાહેબ’ (1985), ‘એક દિન અચાનક’ (1989), ‘પ્યાર કા દેવતા’ (1990), ‘બહાર આને તક ‘ (1990), ‘સૌગંધ’ (1991), ‘નિશ્ચય’ (1992) અને ‘બર્ફી’ (2012) જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.. દ્રૌપદીની ભૂમિકામાં લોકપ્રિય થયા બાદ તેણીએ ગૌતમ ઘોષની ‘પોદમા નોદીર માઝી’ (1993), અપર્ણા સેનની ‘યુગાંત’ (1995) અને રિતુપર્ણો ઘોષની અંતરમહલ (2006) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચે એસટી બસ વ્યવહાર પુન: કાર્યરત, જાણો કયા રૂટ પર દોડશે બસો

Bansari

અનલોક-1માં ખાણી-પીણીની લારીઓ ખુલશે કે નહી? લેવાયો આ નિર્ણય

Bansari

મુંબઈમાં એક અઠવાડિયામાં 8 હજારથી વધુ બેડ ઉપલબ્ધ થશે, કોરોના કેર સેન્ટરનું કામ અંતિમ તબક્કામાં

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!