GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / કોરોના સંક્રમણના નવા સ્ટ્રેનથી બચવા રૂમની આ જગ્યાને જરૂર ખુલ્લી રાખો, AIIMSના ડોક્ટરે પણ આપી સલાહ

Last Updated on April 20, 2021 by Bansari

કોરોનાના નવા સ્ટ્રેનથી બચવા માટે ક્રોસ વેન્ટિલેશન પર ખૂબ જ ભાર આપવામાં આવી રહ્યો છે. તજજ્ઞો સલાહ આપી રહ્યા છે કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઇન્ડોર જગ્યાઓ પર વેન્ટિલેશન વધારો અને ઘરની બારીઓને બંધ રાખવાની જગ્યાએ ખુલ્લી રાખો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂચ ઓફ મેડિકલ સાઇન્સ (AIIMS)ના ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પણ આ વાત પર ભાર આપ્યો છે. ડો ગુલેરિયાએ જણાવ્યું કે બંધ જગ્યાઓ પર હવાનું સંચાલન સરખી રીતે થવું ખૂબ જ જરૂરી છે. એક અહેવાલ મુજબ નવી શોદમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે કોવિડ-19ના સંક્રમણ માટે જવાબદાર કોરોનાનો નવો વાઇરસ SARS-COV-2 હવા મારફતે પણ ફેલાઇ રહ્યો છે.

શું છે એરોસોલ ઇન્ફેક્શન

એરોસોલ ઇન્ફેક્શન એટલે કે હવામાં એવા કણો હાજર છે, જે રોગ ફેલાવે છે. જ્યારે ડ્રોપલેટ ઇન્ફેક્શનમાં શ્વાસના ટીપા દ્વારા થતું સંક્રમણ થાય છે, જે સંપૂર્ણ રીતે અલગ છે. ઉલ્લેખનીય છે કે ડ્રોપલેટ્સ 5 માઇક્રોનથી મોટા કણ હોય છે, જે દૂર સુધી ટ્રાવેલ નથી કરી શકતા. તે વધુમાં વધુ બે મિટર સુધી ટ્રાવેલ કરી શકે છે અને નીચે પડી જાય છે. જ્યારે એરોસોલ ટ્રાન્સમિશનમાં દૂષિત કણ 5 માઇક્રોનથી નાના હોય છે, જે હવાની સાથે લાંબી દૂરી સુધી જઇ શકે છે. એવામાં જો કોઈ સંક્રમિત વ્યક્તિ રૂમમાં છીંકે છે, તો તેના ગયા પછી પણ રૂમમાં કેટલાક કલા સુધી વાઇરસ હાજર રહે છે. તેથી રૂપમમાં જરૂરી વેન્ટિલેશન હોવું ખૂબ જ જરૂરી છે.

ઘરની બારીઓને ઉનાળાની ઋતુમાં પણ ખુલ્લી રાખો

મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત આ નવા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાનો નવો વાઇરસ SARS-COV-2 એરબોર્ન છે, એટલે કે તે હવા મારફતે ફેલાય છે. એવામાં દેશમાં ઝડપથી ફેલાઇ રહેલો કોરોનાને જોતા ડો ગુલેરિયાએ પણ જણાવ્યું છે કે કોઇ બંધ જગ્યાને બદલે ખુલી જગ્યામાં વાઇરસના ફેલાવવાની આશંકા ઓછી હોય છે. તેથી ઉનાળામાં પણ ઘરોની બારીઓ ખુલ્લી રાખો.

ઘરે વધારે લોકો ભેગી ના થાય

જ્યાં સુધી બની શકે ત્યાં સુધી મોટી સંખ્યામાં લોકો ભેગી ના થાય. પ્રયાસ કરો કે તમારા રૂમમાં વેન્ટિલેશન થતું હોય, કોઇ બંધ રૂમમાં વધારે લોકો જમા ના થાય, ત્યારે જ આ સંક્રમણથી બચી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

BREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!