GSTV
Home » News » 6 રૂપિયા લઈ મુંબઈ આવનારો આ અભિનેતા આજે ટીવી ઈન્ડસ્ટ્રીનો છે સૌથી મોટો સ્ટાર

6 રૂપિયા લઈ મુંબઈ આવનારો આ અભિનેતા આજે ટીવી ઈન્ડસ્ટ્રીનો છે સૌથી મોટો સ્ટાર

દરેક ઘરમાં ‘મિસ્ટર બજાજ’ના નામી ફેમસ થયેલ અભિનેતા રોનિત રોયનો જન્મ દિવસ 11 ઓક્ટોમ્બરે આવે છે. રોનિત ન ફક્ત નાના પડદે પરંતુ મોટા પડદે પણ પોતાની એક્ટિંગનો જલવો દર્શાવી ચુક્યો છે. પરંતુ રોનિત માટે ફક્ત સફળતાનો આ રસ્તો બિલકુલ સરળ ન હતો.

રોનિત રોયવો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. તેણે અમદાવાદથી પોતાનો અભ્યાસ કર્યો અને ત્યાર બાદ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો. પરંતુ રોનિતનું માન પોતાના કામમાં ન હતું લાગતું. કારણ તે શરૂઆતથી જ અભિનેતા બનવા માંગતો હતો.

પોતાના સપના પૂર્ણ કરવા માટે રોનિત મુંબઈ પહોંચી ગયો. પરંતુ તે સમયે તેના ખિસ્સામાં ફક્ત 6 રૂપિયા હતા. ત્યાંરે ફેમસ ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઈએ તેને પોતાના ઘરે રહેવા માટે જગ્યા આપી અને સાથે જણાવ્યું કે અભિનેતા બનવા માટે ખૂબ મહેનત કરવી પડે છે.

જ્યાં સુધી અભિનેતા રોનિતને કોઈ કામ ન મળ્યું. ત્યાં સુધી તેણે એક હોટલમાં નોકરી કરી. હોટલમાં તે ટેબલની સાફ સફાઈનું કામ કરી રહ્યો હતો અને સાથે જ વાસણ પણ ધોવાનું કામ કરી રહ્યો હતો. ત્યાં જ તેણે ફિલ્મ ‘જાન તેરે નામ’માં કામ મળ્યું. તે ફિલ્મ પણ કંઈ ખાસ કમાલ ન કરી શકી.

મોટા પડદા પર અસફળ રહ્યા બાદ રોનિતે નાના પડદાનો રસ્તો અજમાવ્યો અને તેને એકતા કપૂરની સીરિયલ કસોટી ઝીંદગી કીમાં કામ મળ્યું. આ શો દ્વારા તેને ઘર ઘરમાં મિસ્ટર બજાજના નામથી ઓળખવામાં આવ્યા. ત્યાર બાદ રોનિતે પણ પાછળ ફરીને ન જોયું.

નાના પડદા પર સફળતા મેળવ્યા બાદ રોનિતે ફરી નાના પડદે કામ કર્યું. રોનિતે ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો તેની લિસ્ટમાં ઉડાન, સ્ટૂડન્ટ ઓફ ધ યર, શૂટઆઉટ એટ વડાલા, 2 સ્ટેટ્સ, મુન્ના માઈકલ, અગલી અને બોસ જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

જામિયાનાં VC નઝમા અખ્તર બોલ્યા, વિદ્યાર્થીઓ સાથેની બર્બરતાથી દુ:ખી છુ

Mansi Patel

વાપીના ખ્યાતનામ બિલ્ડરે મહિલાને બનાવી દીધી ગર્ભવતી, મહિલાએ કર્યા ચોકાવનારા આક્ષેપો

Karan

અહીંયા લગાવો પૈસા મળશે 8.60 ટકા કરતાં પણ વધારે વ્યાજ, ફક્ત 15 દિવસ જ બાકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!