GSTV
Others Sports Trending

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો દબદબો! ફિટનેસ-શોટના મામલામાં છે કિંગઃ કમાણીના મામલે પણ તેની બાદશાહત, આંકડો જાણીને રહી જશો દંગ

કતરમાં તાજેતરના દિવસોમાં ફિફા વર્લ્ડ કપ 2022 ચાલી રહ્યો છે અને દુનિયાભરમાં ફૂટબોલનો ક્રેઝ છવાયો છે. ઘણા મોટા નામ છે જેના માટે આ છેલ્લો ફૂટબોલ વર્લ્ડ કપ થઈ શકે છે, તેમાંથી સૌથી મોટું નામ પુર્તગાલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું છે. તેમને આ વાતની જાહેરાત કરી હતી કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ છે. વર્લ્ડ કપથી બહાર રોનાલ્ડો આ દિવસોમાં તેમના ક્લબ મેનચેસ્ટર યુનાઈટેડને લઈને ચર્ચામાં છે.

 લાંબા સમય પછી રોનાલ્ડોએ ક્લબમાં વાપસી કરી

મંગળવારે મેનચેસ્ટર યુનાઈટેડ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એકવાર ફરીથી તેમના રસ્તા અલગ કરી લીધા, લાંબા સમય પછી રોનાલ્ડોએ ક્લબમાં વાપસી કરી હતી પરંતુ આ સફર લાંબો સમય ચાલી નહીં. આ માટે ફેન્સ ખૂબ નારાજ છે, પંરતુ આ વાતની ઉત્સુકતા પણ છે કે રોનાલ્ડો હવે કયા ક્લબમાં જશે.

ફૂટબોલ ઇતિહાસના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંથી એક

જો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરીએ, તો તેમાં કોઈ શંકા નથી કે તે માત્ર હાલના સમયમાં જ નહીં પરંતુ ફૂટબોલ ઇતિહાસના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંથી એક છે. જેમની પાસે પોતાની એક સ્ટાઈલ છે અને દુનિયા આ સ્ટાઈલની  કોપી કરે છે. રોનાલ્ડોને લઈને એવી ઘણી બાબતો, રેકોર્ડ્સ છે જે તેને ફૂટબોલનો અસલી રાજા બનાવે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો. 37 વર્ષના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ ફૂટબોલર્સમાં થાય છે. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં રોનાલ્ડો પુર્તગાલની તરફથી રમે છે, જ્યારે ક્લબ ગેમ્સમાં તેઓ મેનચેસ્ટર યુનાઈટેડ, રિયલ મેડ્રિડનો ભાગ રહી ચૂક્યા છે. રોનાલ્ડો ઘણીવાર ફોરવર્ડ પોઝિશન પર રમે છે.

કરિયરમાં રોનાલ્ડોએ અલગ-અલગ કુલ 32 ટ્રોફી જીતી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેના કરિયરમાં હજુ સુધી 5 વખત Ballon d’Orએવોર્ડ જીત્યો છે, જે સર્વશ્રેષ્ઠ ફૂટબોલનો ખિતાબ છે. સાથે 4 વખત તે યુરોપિયન ગોલ્ડન શું એવોર્ડ જીતી ચૂક્યા છે, તેમના કરિયરમાં રોનાલ્ડોએ અલગ-અલગ કુલ 32 ટ્રોફી જીતી છે.

રોનાલ્ડોના નામે કુલ 701 ગોલ નોંધાયા

ક્લબ કરિયરની વાત કરીએ તો રોનાલ્ડોના નામે કુલ 701 ગોલ નોંધાયેલા છે. આંકડાના હિસાબથી તે આ મામલામાં અર્જેટીનાના લિયોનેલ મેસી (695)થી આગળ છે. જ્યારે વર્લ્ડ કપ ઇતિહાસમાં રોનાલ્ડોએ 7 ગોલ કર્યા છે. ઇન્ટનેશનલ ફૂટબોલમાં રોનાલ્ડોના નામે 117 ગોલ છે.

રોનાલ્ડોની અસલી તાકાત તેની ફિટનેસ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અસલી તાકાત તેની ફિટનેસ છે, જેનો તે ફિલ્ડ પર ભરપૂર ઉપયોગ કરે છે. ચિત્તાની રફતારથી બોલને વિરોધી ટીમથી બચાવીને ગોલપોસ્ટ સુધી લઈ જવાના મામલામાં રોનાલ્ડો સૌથી આગળ છે. બોલને ઝડપથી પાર કરવો, ફ્રૉસ કરવો અને પછી બોક્સ પાસે જઈને  જાતે ગોલ કરવો તેમની  ખૂબીઓમાંથી એક છે.

ક્લબ ગેમથી શરૂ થઈ અને પછી નેશનલ ટીમ સુધી પહોંચી

રોનાલ્ડોએ 16 વર્ષની ઉમંરમાં તેમની ફૂટબોલ કરિયરની શરૂઆત કરી દીધી હતી, જે ક્લબ ગેમથી શરૂ થઈ અને પછી નેશનલ ટીમ સુધી પહોંચી. 1997માં સ્પોર્ટિંગ સીપીથી રોનાલ્ડો આગળ વધ્યા, તે વર્ષે 2001માં પુર્તગાલની અંડર-15 ટીમનો હિસ્સો પણ બન્યા.

દુનિયા બહાર પણ રોનાલ્ડો એક મોટું નામ

માત્ર રમત જ નહી રમતની દુનિયા બહાર પણ રોનાલ્ડો એક મોટું નામ છે, તેમનું નામ જ સૌથી મોટી બ્રાન્ડ છે. આ કારણે છે કે રોનાલ્ડોની ગણતરી દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા એથલીટમાં થાય છે. ફૉર્બ્સ મુજબ, રોનાલ્ડોની એક વર્ષની કમાણી 115 મિલિયન ડૉલર છે. વર્ષ 2022 માં સૌથી વધારે પેડ એથલીટના મામલામાં રોનાલ્ડો નંબર -3 પર છે.

કરિયરથી 1 બિલિયન ડૉલરની કમાણી કરી

ફૉર્બ્સ મુજબ, વર્ષ 2020માં રોનાલ્ડો દુનિયાના પહેલા એવા એથલીટ બન્યા જેમને તેમના કરિયરથી 1 બિલિયન ડૉલરની કમાણી કરી. રોનાલ્ડો વિજ્ઞાપનની દુનિયામાં પણ કિંગ છે, નાઇકની સાથે તેમની ડીલ છે. સાથે જ તેમની પોતાની બ્રાન્ડ CR7 જે કમાણીના મામલામાં ખૂબ આગળ છે.

માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે જોડાયો જણાવી દઈએ કે વર્ષ 2021માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એકવાર માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે જોડાયો હતા. અહીં શરૂઆતથી જ વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ રોનાલ્ડોએ હાલમાં જ પિયર્સ મોર્ગનને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું, જે પછી ક્લબ અને ફૂટબોલર વચ્ચેના સંબંધો ખૂબ જ વણસ્યા હતા. પોતાના ઈન્ટરવ્યુમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ક્લબ, તેના ઑનર્સ અને ભૂતપૂર્વ ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું. બાદમાં માન્ચેસ્ટર યુનાઈટેડએ આ ઈન્ટરવ્યુની તપાસ શરૂ કરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પી.એફ.આઈ.ને ગજબનો ફટકો માર્યો : કર્ણાટક હાઈકોર્ટે મહોર મારી

Kaushal Pancholi

‘પેન્ટાગોન’નો આંચકાજનક અહેવાલ : આગામી દશકમાં ચીન પરમાણુ શસ્ત્રોનો વ્યાપ વધારશે

Padma Patel

Festival 2023/ સંતાનની ખુશાલી માટે રાખવામાં આવે છે આ વ્રત, જાણો 2023માં કયારે છે તારીખ

Siddhi Sheth
GSTV