હનીમૂન માટે આ જગ્યા છે અતિસુંદર, જોતા જ થઇ જશો રોમેન્ટિક

જો લગ્ન બાદ તમે હનીમૂન માણવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો અને પત્નીની સાથે સુંદર અને રોમેન્ટિક જગ્યા પર જવા ઈચ્છો છો તો આજે અમે તમને એવી સુંદર જગ્યા વિશે જણાવીશું. નવા જોડા માટે વિયના એક સુંદર હનીમૂન પ્લેસ છે. આ શહેર ખૂબ જ રોમેન્ટિક અને સુંદર છે. આ સ્થળે આવ્યા બાદ છોકરીઓ પોતાને પરીથી ઓછી આંકતી નથી. શહેરને કઈક અલગ પદ્ધતિથી સજાવવામાં આવ્યું છે કે જેને જોઇને તમે રોમેન્ટિક થઇ જશો. તો આવો જાણીએ શું છે વિયનાની વિશેષતા.

વિયનાના શાહી મહેલ, કૉફી હાઉસ, સંગ્રહાલય ફૂલોના સુંદર બાગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ શહેરમાં નવવિવાહીત દંપતિઓ માટે કઈક આવુ ઉપલબ્ધ છે, જેને જોયા બાદ એવુ લાગે છે કે બાળપણમાં પરીઓની કહાની, રાજાઓના મહેલ બધુ અહીં હકીકતમાં દેખાઇ રહ્યું છે. અહીંની સુંદરતા હનીમૂનનો આનંદ લેવા માટે ખૂબ જ શાનદાર હોય છે.

અહીંના રંગીન માહોલમાં નવવિવાહીત દંપતિને પ્રાઇવસી વધારે મળે છે. ઉલ્લેખનીય છે કે નવવિવાહિત દંપતિને ટાઇમ પસાર કરવા માટે અહીં સુંદર ચીજવસ્તુઓ છે. જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં પત્થરોથી બનાવેલી શેરીઓ અને ફરી શકે તેવા રસ્તા અને જૂના જમાનાની પેઈન્ટિંગ, રસ્તા પર જતા ઘોડા ગાડી પર સવાર કપલને જોવુ ખૂબ જ રોમેન્ટિક દ્રશ્ય લાગે છે.

વસંત આવતા જ વિયાનાની સુંદરતા જાદુની જેમ વધવા લાગે છે. હનીમૂન મનાવવા આવતા લોકો માટે આનાથી બીજી કોઇ શ્રેષ્ઠ જગ્યા હોઇ શકે નહીં. વિયાનાનો આ નજારો લોકોના દિલને સ્પર્શી જાય છે. અહીં વૉક્સગાર્ટન બગીચામાં 400 પ્રકારના ગુલાબના ફૂલ ઉગે છે. ફૂલની સુગંધ આજુબાજુના માહોલને રોમેન્ટિક બનાવે છે. ફૂલની સુંગધથી લોકો આકર્ષિત થઇને ત્યાં પહોંચી જાય છે.

રોમાન્સમાં ડૂબાયેલા લોકો માટે અહીં ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે, જે તેમના હનીમૂનને યાદગાર બનાવી દે છે, ત્યાંની પરંપરાગત ઘોડાગાડીની સવારી જે લોકોને ત્યાંની હવેલીઓ અને મહેલોમાં ફેરવે છે. ઘોડાગાડીની સવારી કરનારા દંપતિ પોતાને રાજા-રાણીથી ઓછા આંકતા નથી.

ઓસ્ટ્રિયાની રાજધાની વિયનામાં દ્રાક્ષના બગીચા સૌથી વધુ લોકપ્રિય છે. પ્રવાસીઓ આ બગીચામાં ફરવા અને અહીંની મીઠી દ્રાક્ષને ચાખવા માટે જરૂર આવે છે. વિયનામાં ભારતીય લોકોને પસંદગીનું શુદ્ધ શાકાહારી ભોજન મળે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter