GSTV
Ajab Gajab Trending World

વીસ લાખ મજૂરોએ બનાવી હતી આ સુંદર ઈમારત, ચાંદ પરથી પણ જોઈ શકાય છે આ ઈમારત

દુનિયાભરમાં આવી અનેક ઈમારતો છે જેની સુંદરતા તેના આકર્ષણનું કેન્દ્ર છે. એવી ઘણી ઇમારતો છે જે તેમની સુંદરતાને કારણે ઓળખાય છે, જેમાંથી આપણે ઘણાના નામ જાણીએ છીએ. ભારતના તાજમહેલની જેમ, ચીનની મહાન દિવાલ. પરંતુ આ બધાની વચ્ચે એક એવી ઈમારત છે જે ચંદ્ર પરથી પણ દેખાય છે. અમે વાત કરી રહ્યા છીએ રોમાનિયાનું સંસદ ભવન, આ દેશનું સંસદ ભવન ચંદ્ર પરથી દેખાય છે. તે એટલું મોટું છે કે તેને ચંદ્ર પરથી પણ સરળતાથી જોઈ શકાય છે. મોટુ હોવાની સાથે તે ખૂબ જ સુંદર પણ છે.

એવું કહેવાય છે કે Nicolae Ceaușescuએ પોતાના લોકો માટે કામ કરવાને બદલે આ વિશાળ સંસદ ભવન બનાવવામાં પૈસા ખર્ચ્યા હતા. ત્યાંના લોકો તાનાશાહના આ કૃત્યથી ખૂબ નારાજ હતા. જે પછી દેશમાં રોમાનિયન ક્રાંતિ થઈ, જેમાં તાનાશાહ અને તેની પત્નીને દિવાલ પાસે ઉભા રખાવીને ગોળી મારી દેવામાં આવી. આ ઇમારત રોમાનિયાના છેલ્લા તાનાશાહ Nicolae Ceaușescu દ્વારા બનાવવામાં આવી હતી.

લાખો મજૂરોએ બનાવી આ ઈમારત

આ સંસદ ભવન બનાવવા માટે લગભગ ત્રણ અરબ રૂપિયાનો ખર્ચ થયો હતો અને વીસ લાખ મજૂરો કામે લાગ્યા હતા. આ ઈમારતની અંદર 23 જુદા જુદા ભાગો છે અને તેમાં લગભગ એક હજાર ઉત્કૃષ્ટ કોતરણીવાળા ઓરડાઓ છે. તેની દિવાલો 8 મીટર ઊંચી છે અને તે 3 લાખ 65 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી છે. આ જોવામાં ખૂબ જ સુંદર છે. દરેક જગ્યાએ હરિયાળી છે અને અંદર પણ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે.

READ ALSO:

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

સ્વચ્છ સર્વેક્ષણ 2022 / સતત છઠ્ઠી વાર ઈન્દોરે સ્વચ્છ શહેરમાં મારી બાજી, શહેરીજનોએ મીઠાઈ વેચી- ફટાકડા ફોડી કરી ઉજવણી

Hardik Hingu
GSTV