OMG ! રોમેન રેંગ્સને થયું લ્યુકેમિયા કેન્સર, WWEમાંથી લીધી વિદાય…

સુપરમેન પંચ નામ બોલાતાની સાથે જ રોમેન રેંગ્સની રિંગમાં જીત નક્કી થઇ ગઇ હોય. સામે ગમે તેવો બાહુબલી ખેલાડી હોય રોમેન તેને એક જ પંચમાં જમીનદોસ્ત કરી દેતો હતો. સુપરમેન પંચ હવે કોમિક કેરેક્ટર સુપરમેનનો ઓછો અને WWEના સુપરસ્ટાર રોમેન રેંગ્સનો ફેન્સને વધારે લાગી રહ્યો હતો. પણ હવે રોમેનના ફેન્સ માટે એક દુખદ સમાચાર આવ્યા છે.

WWEના વર્તમાન સુપરસ્ટાર રોમેન રેંગ્સે આખરે લ્યુકેમિયા કેન્સર હોવાનું રિવીલ કર્યું છે. સોમવારના મન્ડે નાઇટ રોના એપિસોડમાં રોમેને આ વાત પોતાના ફેન્સને કહી ત્યારે તે ઇમોશનલ થઇ ગયો હતો. આ સાથે રોમેને WWEમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે કારણ કે હવે તે પોતાન પરિવાર સાથે રહેવા માગે છે અને લ્યુકેમિયા કેન્સર સામે લડવા માગે છે.

રોમેનની આ જાહેરાત બાદ WWE પણ ઇમોશનલ થઇ ગયું હતું અને રોમેનને હિંમત આપી હતી. સોશિયલ મીડિયાથી લઇને રોમેનના ફેન્સે પણ રોમેનને આશ્વાસન આપ્યું હતું. રોમેને કહ્યું હતું કે, 2008ના વર્ષમાં 22 વર્ષની ઉંમરે કેન્સરે પહેલીવાર ઉથલો માર્યો હતો જે પછી તેના કોઇ ચિન્હો દેખાયા નહોતા. પરંતુ ત્યારથી તે લ્યુકેમિયાના કેન્સર સામે લડી રહ્યો છે.

રોમેને મન્ડે નાઇટ રોમાં કહ્યું હતું કે,‘મારું સાચું નામ એનોઇ છે અને છેલ્લા 11 વર્ષથી હું લ્યુકેમિયાના કેન્સર સામે લડી રહ્યો છું અને હવે ફરી લ્યુકેમિયાના કેન્સરે ઉથલો માર્યો છે.’

રોમેનના કરિયરની વાત કરવામાં આવે તો તેણે જ્યોર્જીયામાં ફુટબોલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લા ચાર વર્ષથી તે WWEની મેઇન ઇવેન્ટ રેસલમેનિયામાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યો છે. રોમેને કહ્યું કે, ‘હું આવી રીતે રીંગમાં ન લડી શકુ એટલે હું રિટાયર્ટમેન્ટ લઉં છું, પરંતુ થોડા જ સમયમાં હું રિંગમાં પાછો ફરીશ લ્યુકેમિયાને હરાવીને.’

રોમેને પોતાની કરિયર મન્ડે નાઇટ રોમાં શિલ્ડ ટીમથી કરી હતી. જ્યાં તેણે સેથ રોલિન્સ અને ડિન એમ્બ્રોસ સાથે પરિવારની જેમ સમય વિતાવ્યો હતો. આ સમયે સેથ રોલિન્સ પણ ભાવુક થયો હતો. ત્યારે હવે WWE ફેન્સને ઇન્તેઝાર રહેશે કે ક્યારે રોમેન લ્યુકેમિયા કેન્સરને હરાવી રીંગમાં પરત ફરશે.

રોમેન હંમેશા રિંગમાં પોતાના સુપરમેન પંચ માટે જાણીતો રહ્યો છે, આ ઉપરાંત તેના એક એક મુવ્સના WWEના ઇતિહાસમાં અઢળક ફેન્સ રહ્યા છે. વાત હોય તેના ટેટ્ટુની કે તેની ફેન ફોલોંઇંગની.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter