GSTV
Home » News » રામાયણ અને મહાભારતમાં રોલ પ્લે કરનારા આ પાત્રો પણ રાજકાણના રંગે રંગાઈ ચૂક્યા છે

રામાયણ અને મહાભારતમાં રોલ પ્લે કરનારા આ પાત્રો પણ રાજકાણના રંગે રંગાઈ ચૂક્યા છે

૧૯૮૦ ના દાયકામાં મહાભારત સિરિયલમાં દ્રૌપદીની ભૂમિકા સાકાર કરનારી અભિનેત્રી રૂપા ગાંગૂલીને રાજ્યસભાની બેઠક માટે નામાંકિત કરવામાં આવી છે. ત્યાર પછી નવી દિલ્હી અને બંગાળમાં અનેક ખાટી-મીઠી પ્રતિક્રિયાઓ આવી હતી. જોકે એનાથી રૂપાને ખાસ ફેર નહીં પડયો કારણ કે દિલ્હી અને નાગપૂરમાં એ સારું એવું વર્ચસ્વ ધરાવે છે. બંગાળ બીજેપી મહિલા સેલની એ પ્રફુલ પણ છે. જોકે એવા ઘણા ટેલિવિઝનના કલાકારો છે જેઓ મહાભારતમાં હતા અને દેશના રાજકીય મહાભારતનાં ચક્રવ્યૂહમાં પોતાની રાજકીય ભાખરી શેકી.

નીતિશ ભારદ્વાજ: સિરિયલ રોલ: ભગવાન કૃષ્ણ.

પોલિટિકલ રોલ: ૧૯૯૬માં ભાજપની ટિકિટ પર જમશેદપૂર લોકસભાની બેઠક જીત્યા. ૧૯૯૯ માં મધ્ય પ્રદેશમાં દિગ્વિજયસિંઘના ભાઈ સામે પરાભવ થયો.

ગજેન્દ્ર ચૌહાણ: સિરિયલ રોલ:  યુધિષ્ઠિર.

પોલિટિકલ રોલ: ૨૦૦૪માં ભાજપમાં જોડાયા. ૨૦૧૫ માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાના વડા તરીકે નિમણૂંક થઈ. જોકે આને કારણે મોટો વિવાદ થયો. વિદ્યાર્થીઓએ સુધ્ધા આ નિમણૂંકને પડકારી.

રાજ બબ્બર: સિરિયલ રોલ: ભરત

પાંડવો અને કૌરવોના પૂર્વજ, શહેનશાહ ભારત રાષ્ટ્રનું નામકરણ પણ આમના પરથી જ થયું.

પોલિટિકલ રોલ: સમાજવાદી પક્ષમાં જોડાયા અને સાસંદ પણ બન્યા. જોકે પછી છેડો ફાડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. હવે રાજ્યસભાના સાંસદ છે અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના મુખીયા છે.

મુકેશ ખન્ના: સિરિયલ રોલ: ભીષ્મ  પિતામહ.

પોલિટિકલ રોલ: અત્યંત લોકપ્રિય સિરિયલ શક્તિમાનમાં શીર્ષક ભૂમિકા ભજવનાર મુકેશ ખન્નાએ અનેક ચૂંટણીઓમાં ભાજપ માટે પ્રચાર કર્યો. જોકે એમને પક્ષનો હોદ્દો કે ચૂંટણી ટિકિટ મળ્યા નથી. સંભવ છે એમણે માગણી ન કરી હોય.

દેબાશ્રી રોય: સિરિયલ રોલ : મહાભારતના રચયિતા વ્યાસની માતા અને ભીષ્મના સાવકા મા.

રાજકીય ભૂમિકા: તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી વિધાનસભ્ય બન્યા.

દીપિકા ચિખલિયા: સિરિયલ રોલ: સીતા.

પોલિટિકલ રોલ: ૧૯૯૧ માં ભાજપની ટિકિટ પર વડોદરાથી લોકસભાની ચૂંટણી લડયા અને જીત્યા. પણ પછી રાજકારણનો ત્યાગ કરી મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કરી લીધા.

અરવિંદ ત્રિવેદી: સિરિયલ રોલ: રાવણ.

પોલિટિકલ રોલ: ૧૯૯૧ માં ભાજપના સાંસદ બની લોકસભામાં પ્રવેશ કર્યો. ૨૦૦૨માં ફિલ્મ સેન્સર બોર્ડના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા.

દારા સિંધ: સિરિયલ રોલ : હનુમાન, લંકા દહન કરીને પહેલી સર્જિકલ સ્ટ્રાઈક કરનારી વ્યક્તિ.

પોલિટિકલ રોલ: અટલ બિહારી વાજપૈયીના શાસનકાળ દરમિયાન રાજ્યસભામાં નામાંકન પામનારી પહેલી સ્પોર્ટસ પર્સનાલિટી.

અરૂણ ગોવિલ: સિરિયલ રોલ: રામ.

પોલિટિકલ રોલ: રાજીવ ગાંધીએ કોંગ્રેસ માટે પ્રચાર કરવાથી વિનંતી કરી હતી. પણ તેઓ માન્યા નહીં, પછીથી એવી અફવા ફેલાઈ હતી કે તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાવા માગે છે. પણ પછી એમના તરફથી એક હરફ સુધ્ધા સાંભળવા નથી મળ્યો.

READ ALSO

Related posts

સોના-ચાંદીના દાગીનાની જગ્યાએ ફુલોના આભુષણોમાં જોવા મળી નુસરત જહાં, ફોટો થયો વાયરલ

Kaushik Bavishi

સુરત : બે ટ્રક વચ્ચે અકસ્માત થતા લાગી આગ, બે લોકોના મોત

Nilesh Jethva

દ્વારકામાં વ્યાજખોરોનો આતંક, સોની વેપારી ઘર છોડીને ભાગવા થયો મજબૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!