GSTV
Home » News » જેલમાં ઘણા બદલાઈ ગયા છે ગુરમીત રામ રહીમ, “શાહી બાબા” હવે કરે છે આવા કામો

જેલમાં ઘણા બદલાઈ ગયા છે ગુરમીત રામ રહીમ, “શાહી બાબા” હવે કરે છે આવા કામો

કેદી નંબર 8647 ગુરમીત સિંહ બહુ વધારે નહી ફક્ત બે વર્ષ જ થયા છે. ભગવાનની જેમ પુજવામાં આવતા હતા, પરંતુ બે વર્ષમાં જ જમીન પર આવી ગયા છે. તેમને પણ હવે સુનારિયા જેલની 12 બાઈ 8ની કોઠરી રાસ આવવા લાગી છે. હરિયાણાના સુનારિયા જેલમા છેલ્લા બે વર્ષથી બંધ કેદી ગુરમીત રામરહિમે 15 કિલો વજન ઘટાડી દીધુ છે તો સાથે જ 18 હજાર રૂપિયાની કમાણી કરી છે. રામરહિમે જેલમાં ખેતીવાડી કરીને શાકભાજી ઉગાડીને આ રૂપિયાની કમાણી કરી છે. આ રકમ તેના માટે રોજદારી જેવી છે. શાહી અંદાજમાં જીવન જીવનારો ગુરમીત ઘણા બદલાઈ ગયા છે. હવે દાઢીના વાળ અડધાથી વધારે સફેદ થઈ ગયા છે.

 ઉલ્લેખનિય છે પોતાના 50મા જન્મ દિવસની ઉજવણીના 10 દિવસ બાદ તેમની ધરપકડ થઈ હતી અને તેમને 25 ઓગસ્ટે જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. સાધ્વીઓ સાથે દુષ્કર્મના આરોપમાં સજા પામેલા રામ રહિમને પંચકુલાની સીબીઆઈની એક અદાલતે 20 વર્ષની જેલની સજા અને પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં આજીવન કેદની સજા સંભળાવી છે. તેઓએ અન્ય કેદીઓથી દૂર અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. ગુરમીતે બેવાર પેરોલ માટે અરજી મૂકી હતી. એકવાર ખેતીવાડી અને બીજીવાર માતાના ઈલાજનું કારણ આપ્યુ હતુ. પરંતુ ખેતીવાડીની અરજી જાતે જ પાછી ખેંચી લીધી અને બીમાપર માતાના ઈલાજની અરજીને જેલ પ્રશાસને જીલ્લા પ્રશાસનના રિપોર્ટનાં આધારે ફગાવી દીધી હતી.

ગુરમીત સિંહ ડાયાબિટીઝનો દર્દી છે અને ખાવા-પીવામાં પરેજી રાખતા હોય. પરંતુ જ્યારથી તે જેલમાં બંધ છે. ત્યારથી તેમનું સ્વાસ્થ્ય ઠીક છે. અને તેમણે 15 કિલો જેવું વજન પણ ઘટાડી દીધુ છે. જ્યારથી ગુરમીત સુનારિયા જેલમાં આવ્યા છે ત્યારથી આ જેલ દેશની અતિસંવેદનશીલ જેલોમાં સામેલ થઈ ગઈ છે.

READ ALSO

Related posts

બાળકોના રૂમને આપો નવો ઓપ, દિવાળી પર આ રીતે કરો ગોઠવણ

Bansari

એ…એ…ગઇ….લાઇવ કોન્સર્ટમાં ઉંધે માથે ધડામ થઇ ગઇ લેડી ગાગા, Video છે જોવા જેવો

Bansari

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!