GSTV
Home » News » 3 મહીનાની દીકરીનો ચહેરો પણ નથી જોયો અને પુલવામામાં શહીદ થયા રોહિતાશ, વાંચી આંખો ભીની થઈ જશે

3 મહીનાની દીકરીનો ચહેરો પણ નથી જોયો અને પુલવામામાં શહીદ થયા રોહિતાશ, વાંચી આંખો ભીની થઈ જશે

પુલવામાં થયેલા આતંકી હુમલામાં રાજસ્થાનના રહેવાસી જવાન રોહિતાશ લાંબા પણ શહીદ થઈ ગયા છે. તેમના ઘરમાં શોકનો માહોલ છવાયેલો છે. જાણવા મળી રહ્યું છે કે લગભગ એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. ત્રણ મહિના પહેલા જ તેમની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો.

તેમના એક મિત્રએ જણાવ્યું કે બાળકીને જોવા માટે રોહિતાશ હોળી પર ઘરે આવવાના હતા, પરંતુ આ પહેલા જ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં તે શહીદ થઈ ગયા. તેમની શહીદીની ખબર સાંભળીને ફક્ત તેમના ઘરમાં જ નહીં પરંતુ આખા ગાંમમાં શોકનો માહોલ છે.

તેમના મિત્રએ જણાવ્યું કે ઘરે બધુ સારી રીતે ચાલી રહ્યું હતું ત્યારે જ શ્રીનગરથી આવેલા એક ફોન કોલથી રોહિતાશના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો. ફોન પર સીઆરપીએફના મેજરે પરિવારને શહીદીની ખબર આપી તો સાંભળીને દરેકના હોશ ઉડી ગયા.

રોહિતાશના ભાઈ જીતેન્દ્રની તબીયત બગડી ગઈ. આસપાસના લોકોને પણ જ્યારે ગામના દિકરાની શહીદીની ખબર મળી ત્યારે તે પણ એકત્રીત થઈ ગયા.

આખું ગામ આખી રાત જાગતુ રહ્યું. ગામમાં અલગ અલગ જગ્યાએ લોકો બેસી રહ્યા અને રોહિતાશની શહીદી અને તેની બહાદુરીની ચર્ચા કરતા રહ્યા. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે બપોરે જવાનો પર સૌથી મોટો હુમલો થયો. આ હુમલામાં 37 જવાન શહીદ થઈ ગયા.

જણાવવામાં આવી રહ્યું છે કે 2500 જવાનોનો કાફલો પુલવામા જિલ્લામાં શ્રીનગર- જમ્મુ રાજમાર્ગથી પસાર થઈ રહ્યા હતો. ત્યારે વિસ્ફોટકથી ભરેલી કાર બસમાં ધુસી અને 37 જવાનો શહીદ થઈ ગયા.

Read Also

Related posts

બાળકીનો રેપ કરીને સાઉદી ભાગી ગયો આરોપી, મહિલા IPS ઓફિસરે આ રીતે દબોચ્યો

Arohi

કુલભૂષણ મામલે વી.કે.સિંહે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, ‘પાકિસ્તાનને તેની ભૂલનો અનુભવ થશે’

Mayur

50 ફૂટ ઉંચા ઝાડ પર ગળામાં ફાંસીનો ફંદો લગાવીને કલાકો સુધી બેસી રહી નોકરાણી, કારણ એવું હતું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!