GSTV
Home » News » રોહિત શેખર મર્ડર કેસમાં માતા ઉજ્જવલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો: કહ્યું, તેની પત્ની…

રોહિત શેખર મર્ડર કેસમાં માતા ઉજ્જવલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો: કહ્યું, તેની પત્ની…

ઉત્તરાખંડ અને યુપીનાં પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીના મોતનો મામલો વધુ ગુંચવાયો છે. એક તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે તેમનું મોત ગળુ દબાવવાના કારણે થયું છે તો બીજી તરફ રોહિતની માતા ઉજ્જવલ્લા શર્મા તે વાતનો સ્વિકાર કરી રહ્યા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે હત્યાનો કેસ નોંધીને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી દીધી. તેમજ રોહિતની પત્ની અને તેમના ઘરના નોકરની પૂછપરછ કરી છે.

રોહિતની માતા ઉજ્જવલા શર્માના જણાવ્યા પ્રમાણે રોહિત અને તેની પત્ની વચ્ચે અણબનાવ  હતો. ઉજ્જવલા શર્માએ કહ્યું કે જ્યારે 16 તારીખે તેઓ અગૂંઠાની સારવાર માટે હોસ્પિટલ ગયા ત્યારે તેમને ફોન આવ્યો હતો કે રોહિતની તબિયત ખરાબ થઇ ગઇ છે. રોહિતની માતાએ જણાવ્યું કે લગ્ન બાદથી જ તેના અને તેની પત્ની વચ્ચેના સંબંધ ખરાબ હતા. જો કે બંને એકબીજાને લગ્ન પહેલાથી જ ઓળખતા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે?

રોહિત શેખર તિવારીનાં પીએમ રિપોર્ટ પ્રમાણે રોહિતનું મોત તેનું ગળુ દબાવવાને કારણે થયું છે. રિપોર્ટ મુજબ કોઇ ચીજ-વસ્તુ વડે ગળું દબાવી દેવામાં આવ્યું છે. જેને કારણે તેઓ શ્વાસ લઇ શક્યા નહિં અને તેમનું ગળું દબાવી દેવાયું. જેને કારણે તેમનું મૃત્યુ થયું. મોતનો સમય 15-16 એપ્રિલની રાત્રી દરમિયાન રાત્રે 1-30 વાગ્યે થઇ હોવાનું અનુમાન છે. જ્યારે 16 એપ્રિલે સાંજે 5 વાગ્યે તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તેનો મતલબ એવો થયો કે રોહિત શેખર તિવારી 15 કલાક સુધી મૃત હાલતમાં જ ઘરમાં પડ્યો રહ્યો.

READ ALSO

Related posts

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં, નર્મદાના નવા નીરના કરશે વધામણા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!