GSTV
Home » News » રોહિત શર્માની આ ઇનિંગ જોયા પછી, વિરાટ કોહલી હવે કોઇ દિવસ મેચમાં ગેરહાજર નહીં રહે

રોહિત શર્માની આ ઇનિંગ જોયા પછી, વિરાટ કોહલી હવે કોઇ દિવસ મેચમાં ગેરહાજર નહીં રહે

વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત હવે ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ રમવા ટીમ મેદાને ઉતરી છે. જ્યાં પણ નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ ટીમની હાલત ખૂબ પાતળી દેખાઇ રહી છે. જેની પાછળનું કારણ છે રોહિત શર્મા.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 195 રન બનાવ્યા. આ સાથે જ રોહિત શર્માએ ટ્વેન્ટી ઇન્ટરનેશનલનું પોતાનું ચોથું શતક પણ ફટકાર્યું. રોહિત શર્માએ નોટ આઉટ 111 રન ફટકાર્યા જેના કારણે હવે વેસ્ટ ઇન્ડિઝની સામે એક મોટો સ્કોર ઉભો છે.

આ પહેલા રોહિત શર્મા અને શિખર ધવને પહેલી વિકેટ 123 રનની ભાગીદારી નોંધવી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી વિકેટ માટે ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે. જેમાં રોહિત શર્માનો મોટો ફાળો રહ્યો. રોહિતે 61 બોલમાં 8 ચોગ્ગા અને સાત છગ્ગા લગાવીને 111 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી છે.

રોહિત શર્માએ એક અવનવો કિર્તીમાન પણ પોતાના નામે કર્યો છે. જે અત્યારે ટી ટ્વેન્ટી વિશ્વમાં કોઇ ક્રિકેટર નથી કરી શક્યો. ચોથી સેન્ચુરી ફટકારતા જ રોહિત દુનિયાનો એવો પહેલો બેટ્સમેન બની ચૂક્યો છે, જેણે ટ્વેન્ટીમાં ચાર સેન્ચુરી ફટકારી હોય.

આ સાથે જ ભારત તરફથી રોહિત શર્મા સર્વાધિક રન બનાવનાર ક્રિકેટર પણ બની ચૂક્યો છે. જેણે ભારતના જ બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ રાખી દીધો છે. રોહિતે 2196 રન કર્યા છે જ્યારે બીજા પાયદાન પર ધકેલાઇ ગયેલા વિરાટ કોહલીના હાલ 2102 રન છે.

  1. 2203* રોહિત શર્મા
  2. 2102 વિરાટ કોહલી
  3. 1605 સુરેશ રૈના
  4. 1487 મહેન્દ્ર સિંહ ધોની
  5. 1177 યુવરાજ સિંહ

તો સૌથી વઘુ સિક્સર ફટકારવાની વાત આવે ત્યારે પણ રોહિતને પહોંચવું હવે વિશ્વના બીજા ક્રિકેટરો માટે મુશ્કેલ છે.  રોહિત હવે સિક્સરો મારવામાં ત્રીજા નંબરે પહોંચી ચૂક્યો છે. જેણે અત્યાર સુધી ટી ટ્વેન્ટીમાં 94 સિક્સર લગાવી છે. તો પહેલા નંબર પર સંયુક્ત ક્રમે માર્ટિન ગુપ્ટિલ અને ક્રિસ ગેલ 103 સિક્સર સાથે છે.

  1. 103 ક્રિસ ગેલ(વેસ્ટ ઇન્ડિઝ) માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝિલેન્ડ )
  2. 94 રોહિત શર્મા(ભારત)
  3. 91 બ્રેંડન મેક્યુલમ (ન્યૂઝિલેન્ડ)
  4. 83 શેન વોટ્સન (ઓસ્ટ્રેલિયા)/ કોલિન મૂનરો (ન્યૂઝિલેન્ડ)
  5. 79 ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)/ એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા)

 વિરાટની ગેરહાજરીમાં આ રેકોર્ડ રોહિત કરવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે જો વિરાટ આ સિરીઝમાં કપ્તાન તરીકે હોત તો રોહિત માટે રન બનાવવા કદાચ મુશ્કેલ બની જાત.

તો ટી ટ્વેન્ટીમાં કેપ્ટન તરીકે કોઇ ખેલાડીએ બે સેન્ચુરી ફટકારી હોય તેવો પણ રોહિત શર્મા દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ચૂક્યો છે.

2018ના ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટીમાં રન બનાવવાના મામલે રોહિત શર્મા છઠ્ઠા નંબર પર છે. રોહિતે અત્યાર સુધીમાં 439 રન ફટકાર્યા છે. જ્યારે પહેલા નંબર પર ફખર જમાન છે જેણે 565 રન ફટકાર્યા છે.

READ ALSO

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!