GSTV
Gujarat Government Advertisement

રોહિત શર્માએ આપ્યું વચન, 2021માં વાનખેડેમાં આઈપીએલમાં ચેમ્પિયનની હેટ્રિક પૂરી કરીશું

Last Updated on November 12, 2020 by Mansi Patel

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પાંચમી વખત આઈપીએલ 2020નો ખિતાબ જીત્યો છે પરંતુ તેના ચહેરા પર તેવું સ્મિત અને તેવો જ ઉત્સાહ હતો જે જોશ ચેન્નાઈ સુપર કિંગ્સને 2019માં આઈપીએલની ફાઇનલમાં હરાવ્યા બાદ હતો. પોતાની આઇપીએલ કારકિર્દીમાં છઠ્ઠી ફાઇનલ રમનારા 33 વર્ષીય રોહિતે વચન આપ્યું છે કે 2021ની આઈપીએલની ફાઇનલમાં અમે વાનખેડે સ્ટેડિયમ ખાતે દર્શકોની હાજરીમાં આને પુનરાવર્તિત કરીને આઈપીએલ ચેમ્પિયનની હેટ્રિક પૂરી કરીશું.

તેની કેપ્ટનશીપ હેઠળ રોહિતે 2013, 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવીને 20 કરોડનું પહેલું ઇનામ જીત્યું છે. આઈપીએલની ફાઈનલમાં તે પાંચ વખત મુંબઈની ટીમનો હિસ્સો હતો, પરંતુ જ્યારે 2009માં ડેક્કન ચાર્જસ ફાઈનલમાં પહોંચી હતી ત્યારે રોહિત માત્ર એક ખેલાડી હતો.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને લાગ્યું કે કોરોના રોગચાળાને કારણે સ્ટેડિયમ પર દર્શક હાજર નથી. તેણે કહ્યું કે 2019ની ફાઈનલનો વાનખેડે સ્ટેડિયમ જેવો માહોલ  યાદ આવી ગયો જેમાં હજારો ક્રિકેટપ્રેમીઓના જોરદાર ટેકાથી અમે ચોથી વખત ચેમ્પિયન બન્યા હતા. રોહિતે કહ્યું, ‘હું આશા રાખું છું કે આવતા વર્ષે અમે ફરીથી આઈપીએલની ફાઈનલ રમીશું અને વાનખેડે સ્ટેડિયમમાં રોમાંચક રમત દાખવીશું.’

રોહિત શર્મા તેની 200મી આઈપીએલ મેચ રમી રહ્યો હતો અને તે પણ આઈપીએલ 2020ની ફાઈનલ, જેને તેણે ચેમ્પિયન બનીને યાદગાર બનાવી હતી. કેપ્ટન ઇનિંગ્સ રમતી વખતે તેણે 68 રન બનાવ્યા હતા. તે આઈપીએલનો પહેલો એવો કેપ્ટન છે, જેણે ફાઈનલમાં બે વાર અડધી સદી ફટકારી છે. રોહિતે 50મી, 100મી અને 150મી આઈપીએલ લીગ મેચોમાં પણ અડધી સદી ફટકારી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર સ્થિતિ/ સાવલી CHCમાં કોવિડ સેન્ટર ચાલુ કર્યાના 15 કલાકમાં જ ઓક્સિજન બેડ ફુલ

Bansari

કોરોના સંક્રમણની ચેઇન તોડવા લીધેલાં પગલાં અપૂરતા, જાહેર હિત માટે કોઇ નિર્ણય લે સરકાર: હાઇકોર્ટનો નિર્દેશ

Bansari

રાહત / અમદાવાદમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો, નોંધાયા આટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!