GSTV

T20માં વિરાટ કોહલી કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થશે રોહિત શર્મા, આ છે 5 સૌથી મોટા કારણો

કોહલી

Last Updated on September 18, 2021 by Bansari

વિરાટ કોહલીએ એલાન કર્યુ છે કે તે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી છોડી દેશે. કારણ કે રોહિત શર્મા લિમિટેડ ઓવર્સ માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે તેવામાં તેને આ પોસ્ટનો સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

આ કારણે રોહિત ઉમદા કેપ્ટન સાબિત થશે

રોહિત શર્માની સફળતાની લિસ્ટ ઘણી લાંબી છે. એક્સપર્ટસ માને છે કે હિટમેન ટી-20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે વિરાટ કોહલી ઉમદા કેપ્ટન સાબિત થશે. તેના 5 મોટા કારણ છે.

કોહલી

નિર્ણય લેવામાં માહેર છે રોહિત

રોહિત શર્મા જાણે છે કે કયા ખેલાડીને ક્યારે અજમાવવાનો છે. ખાસ કરીને ડેથ ઓવર્સમાં તે તેવા બોલર્સને મોકો આપે છે જે સામેના બેટ્સમેન પર તગડો પ્રહાર કરી શકે, આ જ કારણ છે કે નજીકના મુકાબલામાં મોટાભાગે મુંબઇ ઇન્ડિયન્સ બાજી મારી લે છે. સાથે જ વિરાટ કોહલીની આરસીબી ઘણીવાર કાંટાની ટક્કરમાં પાછળ રહી જાય છે, કદાચ આ જ કારણ છે કે બેંગલોરની ટીમ આજ સુધી ચેમ્પિયન નથી બની શકી.

ઓવર એક્સાઇટેડ નથી થતો રોહિત

રોહિત શર્મા મેદાન પર શાંત નજર આવે છે. પછી ભલે સ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય. તેનો કોઇ પ્લેયર ભૂલ કરે તો તે તાળી વગાડીને તેને પ્રોત્સાહન આપે છે અને વધુ સારુ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે. ત્યાં વિરાટ કોહલી કોઇ ખેલાડીની ભૂલ પર ગુસ્સે થઇ જાય છે અને તેની કામયાબી પર ઓવર એક્સાઇટેડ. ઇમોશનને કાબૂમાં રાખવાના મામલે રોહિત કોહલી કરતા વધુ બહેતર છે.

કોહલી

યુવા ખેલાડીઓને મોકો આપે છે રોહિત

રોહિત શર્મા પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ કરે છે, ખાસ કરીને યંગ બ્રિગેડ પર. તે એવા ખેલાડીઓને પણ તક આપે છે જેમનો અનુભવ ઝીરો છે. હિટમેને IPL માં રાહુલ ચાહરને અજમાવ્યો અને આજે તેને ટી 20 વર્લ્ડકપની ટિકિટ મળી. બીજી બાજુ, વિરાટ કોહલી યુવા ખેલાડીઓ કરતા સિનિયરોને વધુ પ્રાધાન્ય આપવાનું પસંદ કરે છે.

રોહિતની તરફેણમાં આ રેકોર્ડ

રોહિત શર્માએ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી છે, જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબી હજુ પણ ટાઇટલ જીતવા માટે મરણિયા પ્રયાસ કરી રહી છે. આ સાબિત કરે છે કે રોહિત ટી 20 ફોર્મેટમાં વિરાટ કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થઈ શકે છે.

રોહિતે પોતાની જાતને સાબિત કરી છે

વિરાટ કોહલી આજ સુધી ટીમ ઈન્ડિયાને એક પણ આઈસીસી ટ્રોફી અપાવી શક્યો નથી, જ્યારે રોહિત શર્માએ જ્યારે પણ તેને ભારતની કેપ્ટનશીપ કરવાની તક મળી હોય ત્યારે તેણે પોતાની જાતને સાબિત કરી છે. એશિયા કપ 2018 અને નિદહાસ ટ્રોફીનું ટાઇટલ ભારતે ‘હિટમેન’ની કેપ્ટનશીપ હેઠળ જીત્યું.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!