GSTV
Cricket Sports Trending

રોહિત શર્માની કેપ્ટનશીપ ભયમાં/ ટી20ની કપ્તાનીમાંથી હટાવી શકાય છે રોહિત શર્મા, આ દિગ્ગજે કર્યો મોટો દાવો

ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. સહેવાગનું માનવું છે કે રોહિત શર્માને T20 ટીમના સુકાનીપદેથી આરામ આપવામાં આવી શકે છે જેથી તે પોતાના વર્કલોડને વધુ સારી રીતે મેનેજ કરી શકે. રોહિત કેપ્ટન બન્યા પછી ઇજા અને વર્કલોડના કારણે રમી નથી શક્યો.

ટી20ની કપ્તાનીમાંથી હટાવી શકાય

જો ભારતીય ટીમ મેનેજમેન્ટના મનમાંટી 2- કેપ્ટન તરીકે કોઈ અન્યનું નામ છે તો રોહિતને તેમાંથી મુક્ત કરી શકવામાં આવે છે. એનાથી તે પોતાના કાર્યભારના વહનમાં અને માનસિક થાકથી સારી રીતે નિપટી શકે છે. ખાસ કરીને તેની ઉંમરને જોતાં આ કરવું જરૂરી છે.

સેહવાગે ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીના અધિકારીક પ્રસારણકર્તા સોની સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટી-20માં નવા કેપ્ટન હોવાથી રોહિત બ્રેક લઈને ટેસ્ટ અને વનડે માટે તરોતાજા થઈ શકે છે. સહેવાગે જો કે કહ્યું કે જો ટીમ મેનેજમેન્ટ ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન ઈચ્છે છે તો રોહિત સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.

આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતે અનેક સંયોજનો અજમાવ્યા. પરંતુ સેહવાગનું કહેવું છે કે બેટ્સમેનોમાં ટોચના ત્રણ માટે તેની પસંદગી રોહિત શર્મા, ઈશાન કિશન અને કેએલ રાહુલ છે.

આ સમયે વિરાટ કોહલી ત્રીજા નંબરે ઉતરે છે. સેહવાગે કહ્યું, ભારત પાસે ટી-20માં ઘણા આક્રમક બેટ્સમેન છે, પરંતુ હું રોહિત શર્મા, ઈશાન કિશન અને કેએલ રાહુલને ટોચના ત્રણ ક્રમમાં જોઉં છું. રોહિત અને ઈશાનનું જમણેરી ડાબેરીનું સારું સંયોજન છે. ઈશાન અને રાહુલ ટી20 વર્લ્ડ કપમાં પણ સારી જોડી સાબિત થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV