ભારત અને ઓસ્ટ્રલિયાની વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝનો પ્રથમ મુકાબલો મુંબાઈના વાનખેડે સ્ટેડિયમમાં આવતી કાલે રમાશે. જ્યાં બંને ટીમે પોત-પોતાની તૈયરીઓ શરૂ કરી દીધી છે. તેવામાં ટીમ ઈન્ડિયાના વન-ડે મેચના ઉપ-કેપ્ટન રોહિત શર્માને પ્રેક્ટિસ દરમિયાન આંગળીમાં ઈજા થઈ ગઈ છે, જે બાદ તેઓ તરત જ મેદાન છોડી બહાર ચાલ્યા ગયા હતા.

માહિતી પ્રમાણે, મુંબઈમાં જ્યારે બેટ્સમેન મેચનો અભ્યાસ કરી રહ્યા હતા, તે દરમિયાન બોલ તેમના જમણા હાથની આંગળી પર લાગી ગયો હતો. જ્યાં ટીમના ડોક્ટર નિતિન પટેલે તેમની તપાસ કરી હતી, પરંતુ રોહિતને આગળની સારવારની કોઈ માહિતી મળી નથી. આ ઈજાને કારણે તેમને પેન પણ પકડવામાં તકલીફ થઈ રહી છે.


આ પહેલા પણ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે રવિવારે ભારતના 16 સભ્યોની T-20 ટીમમાં ઉપ-કેપ્ટન રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે જ્યારે પસંદગીકર્તાઓએ કેરલના બેટ્સમેન સેમસનને ટીમમાંથી બહાર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, રોહિત સર્માએ શ્રીલંકાની વિરુદ્ધ રમાયેલી T-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…