GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

રોહિત શર્માની સફળતા પાછળ શિખરનો છે હાથ, ઈરફાનખાને બતાવ્યું કઈ જવાબદારી ઊઠાવે છે ગબ્બર

શિખર ધવન અને રોહિત શર્માની ઓપનર જોડી દુનિયામાં બેસ્ટ છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને લાગે છે કે એક બીજાના ખેલને લઈને બંને વચ્ચે ખૂબજ ટ્યૂનિંગને લઈને તેઓ સીમિત ઓવરોની દુનિયામાં સૌથી આદર્શ જોડી બનાવી છે. રોહિત અને ધવને પહેલીવાર 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતની શરૂઆત કરી હતી. છેલ્લા 7 વર્ષમાં બંનેએ ઓપનિંગ જોડી તરીકે 107 દાવમાં 4802 રન બનાવ્યા છે. પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ પર ક્રિકેટ રિલેટેડ શોમાં આ વાત કહી. તેણે કહ્યું કે આપણે જાણીએ છીએ કે શિખર બહુ ખુલીને રમે છે. જ્યારે રોહિત શર્મા સમય લે છે. આપણે બધા જાણીએ છીએ કે રોહિત શર્મા કેટલા ઝડપથી ગિયર બદલવામાં સક્ષમ છે. પરંતુ શરૂઆતમાં તે સમય લે છે. ક્રિકેટમાં આ જરૂરી છે કે બીજા છેડા પર ઊભેલો પ્લેયર તમારી તાકાત અને કમજોરી બંનેને સારી રીતે ફેસ કરતો હોય છે.

ભારતની સફળ છે ઓપનિંગ ભાગીદારી

સચિન તેંદૂલકર – સૌરવગાંગુલી, એડમ ગિલક્રિસ્ટ- મેથ્યુહેડન, અને ગૌર્ડન ગ્રીનિઝ – ડેસમંડ હેન્સ બાદ રોહિત શર્મા અને શિખર ધવન વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ચોથી સૌથી સફળ જોડી રહી છે. સચિન તેંદૂલકર અને સૌરવ ગાંગુલી બાદ રોહિત શર્મા અને શિખર ધવન ભારત માટે બીજી સૌથી સફળ વન ડે ઓપનિંગ જોડી છે. બંને ઓપનિંગ બેટિંગ દરમિયાન 16 શતકીય અને 14 અર્ધશતકિય ભાગીદારી કરીને એવરેજ 45.30થી રન બનાવ્યા છે.

તાકાત અને કમજોરી સમજવા સામે છેડે પડે છે કોઈની જરૂરિયાત

પઠાણે કહ્યું કે ક્રિકેટમાં તમારી પોતાની તાકાત અને કમજોરીને સમજવા માટે બીજા છેડા પર કોઈની જરૂરિયાત હોય છે. શિખરને ખબર છે કે રોહિતને શરૂઆતમાં કેટલીક ઓવરોની જરૂરિયાત હોય છે. તેણે કહ્યું કે એવા સમયમાં શિખર જવાબદારી ઉઠાવે છે. મને લાગે છે કે આ જ કારણે તે પણ સફળ છે. જ્યારે બોલિંગ માટે સ્પિનર આવે છે ત્યાં સુધી રોહિત ક્રીઝ પર જામી ચૂક્યો હોય છે. ફરી તે શિખરથી વધારે સારી જવાબદારી પોતાની ઉપર લઈ લે છે.

READ ALSO

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!