GSTV
Gujarat Government Advertisement

આ શું! ચાલુ મેચમાં રોહિત શર્મા ઉતારવા લાગ્યો આ ઓસ્ટ્રેલિયન ખેલાડીની નકલ,જોવા જેવો છે આ Viral Video

રોહિત

Last Updated on January 18, 2021 by Bansari

ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝની છેલ્લી ટેસ્ટના ચોથા દિવસે બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો. જ્યાં પહેલી ઇનિંગમાં ભારતે લગભગ ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી મેચ જીતવાની આશા જીવંત રાખી. ત્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગમાં મોટો ટાર્ગેટ મૂકીને ટીમ ઇન્ડિયાની આશા પર પાણી ફેરવવા માગે છે. જો કે ભારતીય બોલર્સે ઉમદા પ્રદર્શન કર્યુ અને કાંગારૂઓ પર એકહદ સુધી દબાવ બનાવી રાખ્યો.

રોહિત શર્માનો મજેદાર અંદાજ

મેચના ચોથા દિવસે એક મજેદાર કિસ્સો બન્યો. કેમરૂન ગ્રીન અને સ્ટીવ સ્મિથ બેટિંગ કરી રહ્યાં હતા. મેચમાં 1 મિનિટનો બ્રેક હતો. તે દરમિયાન ઓસ્ટ્રેલિયાના આ બંને બેટ્સમેન પિચની બહાર ઉભા હતી. ત્યારે રોહિત શર્મા પિચ પર પહોંચ્યો અને બેટ્સમનેની જગ્યાએ ઉભો રહી ગયો. રોહિતે બેટિંગની એક્ટિંહ કરી અને સ્ટીવ સ્મિથની નકલ ઉતારી. આમ કર્યા બાદ તે ત્યાંથી ચાલ્યો ગયો.

થોડે દૂર ઉભેલા સ્ટીવ સ્મિથનું ધ્યાન રોહિતની આ હરકત પર પડ્યુ અને તેણે રોહિતને આવુ કરતાં જોયો.

સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને ફેન્સ પણ તેની ખૂબ મજાક ઉડાવી રહ્યાં છે.

જમઆવી દઇએ કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં પહેલી ઇનિંગમાં 369 રન બનાવ્યા. ત્રીજા દિવસે ભારતીય ટીમ માટે શાર્દૂલ ઠાકુર અને વૉશિંગ્ટ સુંદરની પાર્ટનરશિપ જીવનદાન સમાન સાબિત થઇ. આ બંને ખેલાડીઓના કારણે ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 336 રન બનાવ્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકારની ખોખલી વાતો: ઓનલાઈન શિક્ષણ શું હોય તે આદિવાસી પટ્ટાના વિદ્યાર્થીઓને ખબર પણ નથી, ઝાડ પર બેસીને કરે છે અભ્યાસ

Pravin Makwana

કામની વાત/ SBIએ લોન્ચ કરી આરોગ્યમ હેલ્થકેર બિઝનેસ લોન, જાણો શું છે તેની ખાસિયત

Bansari

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!