GSTV

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

મુંબઇમાં વેસ્ટન્ડિઝ સામે છેલ્લી અને નિર્ણાયક ટી -20 મેચમાં ટીમ ઈન્ડિયાના ‘હિટમેન’ રોહિત શર્માએ વર્લ્ડ ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ જે રેકોર્ડ’ બનાવ્યો છે, જેને બનાવવા માટે વિશ્વ ક્રિકેટના મોટામાં મોટા બેટ્સમેન તરસતા હોય છે. આ પહેલા ફક્ત બે બેટ્સમેન આ રેકોર્ડ બનાવી શક્યા હતા, પરંતુ હવે રોહિત શર્મા આવી સિદ્ધિ મેળવનારો વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્માએ આ મેચમાં એક સિક્સર ફટકારતા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (ટેસ્ટ, વનડે અને ટી 20) પોતાના 400 છગ્ગા પૂર્ણ કર્યા છે. રોહિત શર્મા વિશ્વનો ત્રીજો ખેલાડી અને આ સિદ્ધી કરનારો ભારતનો પહેલો ખેલાડી બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિશ્વના ફક્ત બે બેટ્સમેન જ આ દુર્લભ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યા છે. રોહિત સિવાય હજી સુધી કોઈ ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ કરી શક્યું નથી.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 થી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ છે. ક્રિસ ગેઈલે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, વનડે અને ટી 20) 534 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર બેટ્સમેન છે. શાહિદ આફ્રિદીની વાત કરીએ તો તે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. શાહિદ આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 476 સિક્સર ફટકારી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર લગાવનારા બેટ્સમેન

534 સિક્સર – ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડીઝ) , 476 સિક્સર – શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) , 400 સિક્સર – રોહિત શર્મા (ભારત)

READ ALSO

Related posts

અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ: ચીનની 3 બેંકોએ દેવું વસૂલવા લીધો આ નિર્ણય

Ankita Trada

વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો વધુ એક વીડિયો આવ્યો સામે, આજે લોકોએ માંડવી-ભુજ હાઇવે પર કર્યો ચક્કાજામ

Nilesh Jethva

NDAમાં શરદ પવાર સામેલ થશે તો, ભવિષ્યમાં મળશે મોટું ઈનામ મળશે : મોદી સરકારના મંત્રીએ આપી લાલચ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!