GSTV

યુજવેન્દ્ર ચહલે કહ્યું કઈંક એવું કે, રોહિત શર્માએ કહ્યું- આજે હું તને ડિનર પર લઈ જઈશ

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને સ્પિનર યુજવેન્દ્ર ચહલની જોડી મેદાનમાં મહુ મસ્તી કરે છે. આ વખતે રોહિતે તેના આ જૂનિયરને ડિનર પર લઈ જવાનો વાયદો કર્યો છે, બંને અત્યારે ટી-20 માં રમી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે પોતાની વેબસાઇટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. કેપ્શન છે, “રેપિડ ફાયર ફીચરિંગ કુલદીપ, એન્ડ ઔર ધ હિટમેન. સ્પિન જોડી સાથે ઘણા મજેદાર સાચા, સવાલ પૂછશે રોહિત.” આ વીડિયોમાં રોહિતે ચહલને પૂછ્યું, “એક બેટ્સમેન, જેની સામે તમે બોલિંગ કરવા નહીં ઈચ્છો?”

ચહલે કહ્યું, “બધાં કહે છે કે, જ્યારે તમે 20-25 રન બનાવી સેટ થઈ જાઓ છો પછી તમારી સામે બોલિંગ કરવી મુશ્કેલ બની જાય છે, કારણકે તમે બધી બાજુ શૉટ મારો છો.” જવાબમાં રોહિતે કહ્યું, “આજે હું તમને ડિનર પર લઈ જઈશ.”

સોહિતે પોતાના આગામી સવાલમાં કુલદીપ અને ચહલને હૈદરાબાદની સૌથી સારી વસ્તુ વિશે પૂછ્યું તો ચહલે કહ્યું, “વેજ બિરયાની.”

કુલદીપે કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે હૈદરાબાદમાં કરેલ પોતાનું ટી20 પદાર્પણ યાદ કર્યું. રોહિતે જ્યારે આ બંનેને પૂછ્યું કે, સૌથી ખરાબ ડાન્સર કોણ છે તો બંનેએ એકજ અવાજે કહ્યું, “શિવમ દુબે.”

Related posts

નવો નિયમ/ આજથી ચુકવવો પડશે આટલો વધુ ટોલ ટેક્સ, જાણો તમારા ખિસ્સા પર પડશે કેટલો બોજ

Bansari

ચમત્કાર: બે માછીમારોને દરિયામાં કંઇ તરતું દેખાતા નજીક જતાં બેભાન યુવતી મળી

pratik shah

અગત્યનું/ આજથી બદલાઇ રહ્યાં છે આ નિયમો, ખાસ વાંચી લેજો તમારા રોજિંદા જીવન પર થશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!