GSTV

અનોખી સિદ્ધિ/ રોહિત શર્માએ એક જ મેચમાં પોતાના નામે કર્યા 6 મોટા રેકોર્ડ, આ મામલે ધોની-કોહલીને પણ છોડ્યા પાછળ

રોહિત

Last Updated on November 20, 2021 by Bansari

રોહિત શર્માએ કેપ્ટન તરીકે શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ બીજી T20માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમે 3 મેચની સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માએ મેચમાં 55 રન બનાવ્યા હતા. મેચમાં પહેલા રમતા ન્યુઝીલેન્ડે 153 રન બનાવ્યા હતા. ટીમે 17.2 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેએલ રાહુલે પણ અડધી સદીની ઇનિંગ રમી હતી. સિરીઝની છેલ્લી મેચ 21 નવેમ્બરે કોલકાતામાં રમાવાની છે. રોહિતે આ મેચમાં 6 મોટા રેકોર્ડ બનાવ્યા. આવો જાણીએ આ રેકોર્ડ.

પહેલો રેકોર્ડ : 29મી વખત 50 થી વધુનો સ્કોર

મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. તેણે T20 ઇન્ટરનેશનલ મેચમાં 29મી વખત 50થી વધુ રન બનાવ્યા. આ એક રેકોર્ડ છે. વિરાટ કોહલીએ પણ સૌથી વધુ 29 વખત આ કારનામું કર્યું છે. રોહિતે 4 સદી અને 25 અડધી સદી ફટકારી છે. કોહલી અત્યાર સુધી સદી ફટકારી શક્યો નથી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો વર્લ્ડ રેકોર્ડ રોહિતના નામે જ છે.

રોહિત

બીજો રેકોર્ડ : કેએલ રાહુલ સાથે 5મી સદીની પાર્ટનરશિપ

રોહિત શર્મા અને કેએલ રાહુલે મેચમાં સદીની પાર્ટનરશિપ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 117 રન જોડ્યા હતા. આ બંને T20 આંતરરાષ્ટ્રીય મેચોની 5મી સદીની પાર્ટનરશિપ છે. આ પણ એક રેકોર્ડ છે. પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પણ જોડી તરીકે 5 વખત સૌથી વધુ સદીની પાર્ટનરશિપ કરી છે.

ત્રીજો રેકોર્ડ : 450 સિક્સર મારનાર પ્રથમ ભારતીય

રોહિત શર્માએ મેચમાં 5 સિક્સર ફટકારી હતી. તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 454 છગ્ગા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બન્યો છે. વિશ્વના માત્ર ત્રણ ખેલાડીઓ જ આ કરી શક્યા છે. રોહિત પહેલા પાકિસ્તાનના ક્રિસ ગેલ અને શાહિદ આફ્રિદી પણ આ કરી ચુક્યા છે.

ચોથો રેકોર્ડ : 25મી વખત જીતવા માટે 50થી વધુ રન બનાવ્યા

રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં 50થી વધુ રન બનાવીને ટીમને 25મી વખત જીત અપાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ત્રણ વખત સદી અને 22 અડધી સદી ફટકારીને આવું કર્યું છે. વિશ્વનો અન્ય કોઈ ખેલાડી આવું કરી શક્યો નથી. વિરાટ કોહલી 20 વખત આ કારનામું કરીને બીજા નંબર પર છે.

રોહિત

પાંચમો રેકોર્ડ: ખેલાડી તરીકે 13મી વખત સદીની પાર્ટનરશિપ

રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં 13 વખત ખેલાડી તરીકે 100થી વધુ રનની પાર્ટનરશિપ કરી છે. આ પણ એક રેકોર્ડ છે. તેણે કેએલ રાહુલ સાથે 5 વખત, શિખર ધવન સાથે 4 વખત, વિરાટ કોહલી સાથે 3 વખત અને સુરેશ રૈના સાથે એક વખત 100થી વધુ રન ઉમેર્યા છે.

છઠ્ઠો રેકોર્ડ: સૌથી ઓછી મેચોમાં 10મી જીત

રોહિત શર્મા એક કેપ્ટન તરીકે ઘરઆંગણે સૌથી ઓછી મેચોમાં 10 જીત મેળવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 11માંથી 10 ટી20 મેચ જીતી છે. વિરાટ કોહલી અને એમએસ ધોનીને અહીં સુધી પહોંચવામાં 15થી વધુ મેચ લાગી.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!