GSTV
Gujarat Government Advertisement

રોહિત શર્મા અને ઇશાન્ત ઓસ્ટ્રેલિયાની સિરીઝ ગુમાવે તેવી દહેશત, આ છે કારણ

રોહિત

Last Updated on November 24, 2020 by Bansari

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે પરંતુ રોહિત શર્મા અને ઇશાન્ત શર્મા હજી સુધી ત્યાં પહોંચ્યા નથી. બંને હાલમાં બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબની પ્રક્રિયામાં છે કેમ કે તેઓ ઘાયલ હતા અને ફિટનેસ હાંસલ કરવા માટે ધ્યાન આપી રહ્યા છે. હવે એવી દહેશત સેવાઈ રહી છે કે બેમાંથી એકેય ખેલાડી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભાગ લઈ શકે તેવી સ્થિતિમાં નથી.

રોહિત

એવા અહેવાલ સાંપડ્યા છે કે રોહિત શર્મા અને ઇશાન્ત શર્મા 17મી ડિસેમ્બર અગાઉ ફિટનેસ પ્રાપ્ત કરી શકે તેમ નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ 17મી ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી છે. ત્યાર બાદ મેલબોર્ન, સિડની અને બ્રિસબેનમાં બાકીની મેચો રમાશે. આ બંને ખેલાડી હાલમાં બેંગલોરમાં છે પરંતુ તેમના અંગેના રિપોર્ટ ખાસ ઉત્સાહજનક નથી.

એનસીએ ખાતેના એક્સપર્ટ વચ્ચે આ બંને અંગે તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી અને તેમાં રોહિત અને ઇશાન્તની ફિટનેસ અંગે ચર્ચા થઈ હતી. બંનેની પોઝિશન અંગે બીસીસીઆઈ, પસંદગી સમિતિ તથા ઓસ્ટ્રેલિયામાં ટીમ મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી. હવે સત્તાવાર રીતે આ અંગે માહિતી બહાર આવે તેવી સંભાવના છે.

ભારતીય ટીમના ચીફ કોચ રવિ શાસ્ત્રીએ હજી સોમવારે જ સંકેત આપ્યા હતા કે જો આ બંને ખેલાડીને ટેસ્ટ સિરીઝમાં રમવાનું હોય તો તેમણે વહેલાસર ઓસ્ટ્રેલિયા પહોંચી જવું પડશે. તેણે જણાવ્યું હતું કે બંનેને વન-ડેમાં રમવાનું નથી. વધુ પડતો આરામ પણ નુકસાન કરાવે છે. આમ તમારે ટેસ્ટમાં રમવાનું હોય તો ત્રણથી ચાર દિવસમાં ઓસ્ટ્રેલિયા આવી જવું જોઇએ.

શાસ્ત્રીનો આમ કહેવા પાછળનો આશય એ હતો કે રોહિત અને ઇશાન્તને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ 14 દિવસના કોરોન્ટાઇન પિરિયડમાં રહેવાનું છે અને પહેલી ટેસ્ટ અગાઉ તેમને એકાદ સપ્તાહનો સમય પ્રેક્ટિસ માટે લાગવાનો છે. જો તેઓ વહેલાસર નહીં આવે તો તેમના માટે તકલીફ પડી શકે તેમ છે અને કદાચ પહેલી ટેસ્ટ ગુમાવવી પડે. બીજી તરફ ભારતીય ટીમ મેનેજમેન્ટે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે જો રોહિત શર્મા અને ઇશાન્ત શર્મા સંપૂર્ણપણે ફિટ હોય તો જ તેમને ઓસ્ટ્રેલિયા મોકલવા જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana

અગત્યનું/ લોન ડિફોલ્ટ થઇ જાય તો પણ બેંક ના કરી શકે આ કામ, જાણી લો શું છે તમારા અધિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!