GSTV

કપિલદેવની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માનું પત્તુ કપાયું, કહ્યું- ધોનીને કોઈ ટચ કરી શકે નહીં

ભારતના મહાન ક્રિકેટર કપિલદેવે પોતાની એક પ્લેઇંગ ઇલેવન રચી હતી જેમાં તેમણે રોહિત શર્માને સ્થાન આપ્યું નથી. જોકે તેમણે મહેન્દ્રસિંહ ધોની, જસપ્રિત બુમરાહ અને હરભજનસિંઘને આ ટીમમાં જગ્યા આપી છે. ભારતને સૌ પ્રથમ વર્લ્ડ કપ અપાવનારી ટીમના કેપ્ટન કપિલદેવે એક ઓનલાઇન શોમાં નેહા ધૂપિયાના કહેવા પર આ પ્લેઇંગ ઇલેવનની રચના કરી હતી. તેમાં વિકેટકીપર તરીકે ધોનીને સામેલ કરવામાં આવ્યો છે.

વન-ડે અને ટી-20 વર્લ્ડ કપ જીત્યો

ધોની વિશે કપિલદેવે જણાવ્યું હતું કે તેને કોઈ ટચ કરી શકે તેમ નથી. તેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. ભારતીય ટીમે ધોનીની આગેવાનીમાં વન-ડે અને ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. આ ઉપરાંત તેની આગેવાનીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. નો ફિલ્ટર નેહા નામના આ શોમાં કપિલદેવે ધોનીની ખૂબ પ્રશંસા કરી હતી.

સર્વકાલીન મહાન અનીલ કુંબલે રહેશે

કપિલદેવે જણાવ્યું હતું કે તેની ટીમમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, વીરેન્દ્ર સેહવાગ અને યુવરાજ જેવા ખેલાડી હશે અને વિકેટકીપર તરીકે ધોની રહેશે. બોલિંગની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ, જસપ્રિત બુમરાહ, હરભજનસિંઘ અને સર્વકાલીન મહાન અનીલ કુંબલે રહેશે. આ સિવાય અન્ય નામ મારા દિમાગમાં આવતા નથી. કપિલદેવની ઇલેવન : સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, યુવરાજસિંઘ, ધોની, શ્રીનાથ, ઝહીર ખાન, બુમરાહ, અનીલ કુંબલે, હરભજનસિંઘ.

READ ALSO

Related posts

ઇન્ડોનેશિયામાં ફાટ્યો માઉન્ટ મેરાપી ભીષણ જ્વાળામુખી, 30 કિલોમીટર સુધી સંભળાયો અવાજ

Pritesh Mehta

શું તમે જાણો છો/ પગારમાંથી માસિક કપાતા 25 રૂપિયામાંથી તમને મળે છે લાખોનો ફાયદો

Sejal Vibhani

VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!