GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

VIDEO : મેચ બાદ આ ક્રિકેટર પોતાની ક્યૂટ દિકરી સાથે મેદાનમાં રમવા લાગ્યો, તો હવે તેનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

એક સમયે ટીમ ઈન્ડિયાનાં મોસ્ટ એલિજીબલ બેચલર ગણાતા રોહિત શર્મા હવે તેના પારિવારિક જીવનને ઉત્સાહપૂર્વક માણી રહ્યા છે. જે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળ્યુ હતુ. 2015માં ગર્લફ્રેન્ડ ઋતિકા સાથે લગ્ન કરીને ગયા વર્ષે પિતા બનેલાં હિટમેનનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દુનિયાના દરેક ખૂણે પતિનો ઉત્સાહ વધારવા પહોંચતી ઋતિકા IPLમાં દિકરી સમાયરા સાથે સતત જોવા મળી રહી છે. ત્યારે 5 મેએ કોલકાતાની સામે લીગ સ્ટેજની છેલ્લી મેચમાં અર્ધશતક બનાવતા રોહિતે પણ સમાયરા માટે પોતાનો પ્રેમ દેખાડ્યો હતો.

એટલુ જ નહી 9 વિકેટ સાથે મેચ જીત્યા બાદ રોહિત સમાયરાને લઈને ફિલ્ડની અંદર પહોંચી ગયો હતો, મેદાનમાં જ દિકરી સમાયરાને ખોળામાં રમાડવા લાગ્યો હતો. તો ક્યારેક પત્ની સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. તો હાલમાં શર્મા ફેમીલીનાં વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યા છે.

મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ -12ના અંતિમ મેચ લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટ સાથે હરાવીને પહેલાં સ્થાન સાથે લીગનું સમાપન કર્યુ હતુ. મુંબઈ, ચેન્નાઈ અને દિલ્હી કપિટલની 14 મેચો બાદ 18-18 અંક રહ્યા છે. પરંતુ સારા રન રેટના કારણે મુંબઈને પહેલું, ચેન્નાઈને બીજુ અને દિલ્હી ત્રીજા સ્થાને રહી છે. જ્યારે સનરાઈઝર હૈદરાબાદ, કોલકાતા અને કિંગ્સ ઈલવન પંજાબના 14 મેચો બાદ 12-12 અંક રહ્યા છે. પરંતુ સારા રનરેટને કારણે હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. તો IPL -12ની છેલ્લી મેચ 12 મેએ રમાવાની છે.

Related posts

શું તમે લાંબા સમયથી વિવિધ અંગોનાં દર્દની સમસ્યાથી પિડાઈ રહ્યા છો, તો ભોજનમાં આ ફૂડનો કરો વપરાશ

pratik shah

દરરોજના જીવનમાં સંજીવની જડીબુટીનું કામ કરે છે ‘બ્લેક લસણ’, જાણો તેના ફાયદાઓ

Ankita Trada

પરપ્રાંતીય મજૂરોએ મોદી સરકારની ચિંતા વધારી, દેશના 145 જિલ્લા Corona હોટસ્પોટ બનવાનું જોખમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!