GSTV
Home » News » સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ભારતને નવો ઓપનર મળી ગયો

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ભારતને નવો ઓપનર મળી ગયો

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં નિષ્ફળ રહેલા ભારતીય ઓપનર રાહુલના સ્થાન જોખમમાં આવી ગયું છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે ઘરઆંગણે રમાનારી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માને ઓપનિંગમાં અજમાવવા માટેની વિચારણા શરૃ કરી દીધી છે. રોહિત શર્માને વિન્ડિઝ પ્રવાસની એક પણ ટેસ્ટમાં તક મળી નહતી. 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તારીક ૨ ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટની શ્રેણી શરૃ થશે, જે તારીખ ૨૩મી ઓક્ટોબર સુધી ચાલશે. કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા આ જ સિરીઝમાં ઓપનર તરીકે રોહિત શર્માને તક આપી શકે છે. અગાઉ ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ રોહિતને ટેસ્ટમાં તક આપવાની જોરદાર તરફેણ કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ રોહિતને સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં રમાડવાનો સંકેત આપ્યો છે.

હવે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે, વિન્ડિઝ પ્રવાસ પુરો થયા બાદ પસંદગી સમિતિની મિટિંગનું આયોજન થયું નથી. હવે જ્યારે ફરી અમારી મિટિંગ થશે, ત્યારે અમે રોહિતને ઓપનર તરીકે સમાવવા માટે વિચારણા કરીશુ. 

પ્રસાદે ઊમેર્યું કે, રાહુલમાં જબરજસ્ત પ્રતિભા છે. જોકે હાલના તબક્કે ટેસ્ટ ક્રિકેટમાં તેનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. હાલના તેના ફોર્મથી અમે ખુબ જ ચિંતિત છીએ. તેણે ક્રિઝ પર વધુને વધુ સમય ગાળવો જોઈએ અને ફરી આગવી લય તેમજ ફોર્મ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. વિન્ડિઝ પ્રવાસમાં રાહુલની બેટીંગમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળ્યો હતો. તેણે ટેસ્ટમાં અનુક્રમે ૧૩, ૬, ૪૪ અને ૩૮ રન કર્યા હતા. 

કુલદીપ-ચહલ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ માટેના આયોજનમાં સામેલ છે

ભારતીય પસંદગીકારોએ કુલદીપ-ચહલને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટ્વેન્ટી-૨૦ની સિરીઝ માટેની ટીમમાં સામેલ કર્યા નહતા. ટીમ ઈન્ડિયામાં ટોચના મનાતા બંને સ્પિનરોને સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦ સિરીઝ માટેની ટીમમાં પણ સ્થાન મળી શક્યું નથી. આમ છતાં ચીફ સિલેક્ટર પ્રસાદે ઊમેર્યું કે, બંને ટોચના સ્પિનરો આગામી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ માટેના મારા પ્લાનમાં સામેલ છે. 

પ્રસાદે કહ્યું કે, અમે ભારતીય સ્પિન બોલિંગને વૈવિધ્ય મળે તેના પ્રયાસ કરી રહ્યા છીએ. જેના કારણે રાહુલ ચહર અને વોશિંગ્ટન સુંદરને ટી-૨૦ની ટીમમાં સામેલ કર્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓએ જબરજસ્ત દેખાવ કર્યો છે. તેઓ બંને હાલ રેસમાં ઘણા આગળ છે. અમે આ સિવાય પણ અન્ય વિકલ્પોને અજમાવવા માટે વિચારી રહ્યા છીએ.

READ ALSO

Related posts

આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi

નવા ટ્રાફિક નિયમના વિરોધમાં આવી આમ આદમી પાર્ટી, આપ્યું આ અલ્ટીમેટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!