GSTV

જાડેજા-માંજરેકર વિવાદ પર બોલ્યા રોહિત શર્મા: સતત કોઇના કાનમાં બૂમો પાડવી યોગ્ય નથી

Last Updated on July 8, 2019 by

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ અને ઑલરાઉન્ડર ખેલાડી રવીંદ્ર જાડેજા અને કમેન્ટેટર અને પૂર્વ ક્રોકેટર સંજય માંજરેકર વચ્ચે થયેલ બોલચાલને તેમની વ્યક્તિગત બાબત જણાવી છે. રોહિતે જણાવ્યું કે, દરેક વ્યક્તિ અલગ-અલગ સમયે અલગ-અલગ પ્રતિક્રિયા આપે છે.

રોહિતે વધુમાં જણાવ્યું કે, “ખેલાડી માટે આ પડકારરૂપ છે. આવી ભડકાવનારી વાતો તો થશે, પરંતુ દરેક વ્યક્તિનો મત અલગ-અલગ હોય છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે, તેઓ એ ઘટના કે સ્થિતિ બાબતે કેવી રીતે વિચારે છે. મારા માટે, જેવું મેં હમણાં કહ્યું, હું ઇચ્છું છું કે, હું આ બધાથી દૂર જ રહું અને ઈંગ્લેન્ડના સુંદર વાતાવરણનો આનંદ લઉં.”

તેણે કહ્યું, “મારો પરિવાર પણ અહીં છે, એટલે હું એ જ પ્રયત્ન કરું છું કે, હું આ બધી બાબતોની જગ્યાએ પોતાના પર વધારે ધ્યાન આપું, કારણકે જ્યાં સુધી તમે રમશો ત્યાં સુધી આવી વાતો તો થતી જ રહેશે. રોહિતે કહ્યું, “આ માટે તમે આ બધાથી દૂર રહેવા ઇચ્છો છો, કારણકે આખરે અમારું અહીં આવવાનું કામ સારી ક્રિકેટ રમવાનું અને વર્લ્ડકપ જીતવાનું છે. જે અમે બધા જાણીએ જ છીએ.” જોકે તેણે એમ પણ કહ્યું કે, “કોઇના કાનમાં સતત બૂમો પાડતા રહેવું યોગ્ય નથી. એટલે મને લાગે છે કે, એક ક્રિકેટર તરીકે આપણે આપણા કામ પર ધ્યાન આપવું જોઇએ.”

આઈસીસી વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ પહેલાં માંજરેકરે આઈએએનએસને કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ સામેના ખરાબ પ્રદર્ષન બાદ પણ તેઓ કુલદીપ યાદવ અને યુજવેંદ્ર ચહલને આગામી મેચમાં જગ્યા આપત. તેમણે કહ્યું હતું કે, “ટુકડા-ટુકડામાં પ્રદર્શન કરતા ખેલાડી કરતાં સ્પેશિયાલિસ્ટ ખેલાડીને રમાડવાના છે.” એમ માનવામાં આવે છે કે, તેમનું આ નિવેદન રવિંદ્ર જાડેજાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું હતું. જેના જવાબમાં રવિંદ્ર જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપતાં માંજરેકરને ‘બકવાસ’ ન કરવાની સલાહ આપી હતી. જાડેજાએ માંજરેકરને ખેલાડીઓનું સન્માન કરવાનું કહ્યું હતું. માંજરેકરે પછીથી શ્રીલંકા સામેની મેચમાં જાડેજાને સ્માર્ટ ક્રિકેટર કહ્યો હતો.

Related posts

BOB Recruitment 2021: ગ્રેજ્યુએશન પાસ યુવાનો માટે બેંક ઓફ બરોડામાં પડી છે ભરતી, આ તારીખ પહેલા કરી નાખજો અરજી

Pravin Makwana

માલામાલ/ 8.86 રૂપિયાનો આ શેર થયો 886 રૂપિયાનો, રોકાણકારોના 1 લાખ બની ગયા 1 કરોડ, તમારે પાસે છે કે નહીં?

Bansari

નવાબ મલિકનો ચોંકાવનારો દાવો: પરમબીર અને વાજેએ રચ્યું હતું એન્ટિલિયાનું કાવતરું, ફેક એન્કાઉન્ટરનો પણ હતો પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!