GSTV
Home » News » રોહિત શર્માએ સેન્ચુરી ફટકારવાની સાથે મહેન્દ્રસિંહ ધોનીના સિક્સરના કિર્તીમાનને તોડ્યો

રોહિત શર્માએ સેન્ચુરી ફટકારવાની સાથે મહેન્દ્રસિંહ ધોનીના સિક્સરના કિર્તીમાનને તોડ્યો

વિના વિકેટે ભારતે 164 રન ફટકારી બાંગ્લાદેશની ટીમને મુશ્કેલીમાં મુકી દીધી છે. રોહિત શર્માએ સાતત્યપૂર્ણ દેખાવ કરતા આ વિશ્વકપની ચોથી સેન્ચુરી ફટકારી છે. આ સાથે લોકેશ રાહુલે પણ અડધી સદી ફટકારી રોહિત શર્માનો પૂરતો સાથ નિભાવ્યો છે. જેના કારણે મેચ પૂર્ણ થતાની સાથે જ ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે એક મોટો સ્કોર ઉભો કરી દેશે તેવું સાફ દેખાઈ રહ્યું છે.

અત્યારે ભારતે વિના વિકેટ 100 રન ઉપર કરી બાંગ્લાદેશની ટીમને આફતમાં મુકી દીધી છે. આ પહેલા મુસ્તફિઝુરની બોલિંગમાં તમીમ ઈકબાલે જ્યારે રોહિત 8 રને હતો ત્યારે કેચ છોડ્યો હતો. ક્રિકેટમાં કહેવાય છે કે ટેક કેચીસ વિન મેચીસ… પણ રોહિતનો આ કેચ છોડવો અત્યારે બાંગ્લાદેશની ટીમને ભારે પડી રહ્યો છે. પણ આ સાથે જ રોહિત શર્માએ એક નવો કિર્તીમાન રચ્યો છે.

રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે સેન્ચુરી ફટકારતાની સાથે જ 500 રન પણ પૂર્ણ કર્યા છે. આ પહેલા ભારતના સ્ટાર બેટ્સમેન સચિન તેડુલકરના નામે બે વખત વિશ્વકપમાં 500 કે તેનાથી વધારે રન કરવાનો કિર્તીમાન હતો. સચિને 1996ના વિશ્વકપમાં 523 અને 2003ના વિશ્વકપમાં 673 રન બનાવ્યા હતા.

ખેલાડીરન
સચિન તેડુલકર523 (1996)
સચિન તેડુલકર673 (2003)
રોહિત શર્મા500 (2019)

આ સાથે વનડેમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના મામલે રોહિત શર્માએ ભારતના જ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ અત્યાર સુધીમાં 227 સિક્સર ફટકારી હતી. જ્યારે રોહિતના ખાતામાં હવે 230 સિક્સર બોલે છે. જો કે સિક્સર ફટકારવાના મામલે હજુ પણ નમ્બર વનના સ્થાને છે. જેણે 351 સિક્સર ફટકારી છે.

વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારવાને કિર્તીમાન

ખેલાડીસિક્સર
શાહીદ આફ્રિદી351
ક્રિસ ગેઈલ324
સનથ જયસૂર્યા270
રોહિત શર્મા230
મહેન્દ્રસિંહ ધોની227
એલબી મોર્કલ211
એ બી ડિવિલિયર્સ204
બ્રેન્ડમ મેક્યુલમ200

READ ALSO

Related posts

હવેે ATMના ધરમ ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા જ આ રીતે ખબર પડી જશે ATMમાં કૅશ છે કે નહી

Bansari

400 વર્ષ જૂના આ કિલ્લાનો ભવ્ય છે ઈતિહાસ, કિલ્લો ફતેહ કરવા 47 દિવસ અકબરે કર્યું હતું યુદ્ધ

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!