GSTV
Home » News » માત્ર એક જ છગ્ગા પછી લોકો કદાચ સિક્સરની બાબતમાં યુવરાજની જગ્યાએ રોહિત શર્માનું નામ લેશે

માત્ર એક જ છગ્ગા પછી લોકો કદાચ સિક્સરની બાબતમાં યુવરાજની જગ્યાએ રોહિત શર્માનું નામ લેશે

ભારતીય ટીમ રવિવારે સેડૉન પાર્કમાં ન્યૂઝીલેન્ડ સામે અંતિમ અને નિર્ણાયક ટી ટ્વેન્ટી મુકાબલાને જીતવા માટે મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમની નજર એક લાંબી સિઝન બાદ હવે જીત સાથે ભારત પરત ફરવાની છે. ભારત જો આ મેચ જીતી જશે તો ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતની પહેલી ટી-ટ્વેન્ટી સિરીઝમાં મેળવેલી જીત બનશે. આ સાથે જ ભારતીય ટીમ ક્રિકેટ ઈતિહાસમાં વધુ એક સુવર્ણ પીંછાનો ઉમેરો થશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 12.30 કલાકે શરૂ થઈ ગઈ છે. અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો છે અને ન્યૂઝીલેન્ડની ટીમને પહેલા બેટિંગ આપી છે.

રોહિત શર્મા બનાવશે નવો રેકોર્ડ

રોહિત શર્મા પણ આજે એક મોટો રેકોર્ડ તોડી શકે છે. કેપ્ટન રોહિત શર્માનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 349 છગ્ગા થઈ ચૂક્યાં છે. એક જ છગ્ગો મારશે એટલે એનું નામ સૌથી વધારે 350 છગ્ગા લગાવવાનાં રેકોર્ડમા નોંધાઈ જશે. તો વળી તે જ સમયે જો તે આજની ટી-20 મેચમાં બે છગ્ગા લગાવે છે, તો તેનું નામ ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીમાં નામ આવી જશે. ક્રિસ ગેઇલ અને માર્ટિન ગપ્ટિલ 103-103 છગ્ગા સાથે પ્રથમ નંબર પર છે.

તેમજ ધોનીનું વધુ એક પરાક્રમ

હેમિલ્ટન ટી 20માં મેદાન પર ટીમ ઇન્ડિયાના વિકેટકીપર એમ.એસ. ધોનીએ એક અન્ય પરાક્રમ કર્યું છે. ધોનીને 300 ટી-20 મેચો રમી નાખી છે અને તે આ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. ધોની પછી રોહિતે 297 અને રૈનાએ 296 ટી-20 મેચો રમ્યા છે.

READ ALSO

Related posts

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!