GSTV
Home » News » Birthday Special : રોહિતનો આ રેકોર્ડ તોડવો તો દુરની વાત તેની બરાબરી કરવી પણ મુશ્કેલ

Birthday Special : રોહિતનો આ રેકોર્ડ તોડવો તો દુરની વાત તેની બરાબરી કરવી પણ મુશ્કેલ

આઇપીએલમાં રોહિત શર્માના નામે એક અનોખો રેકોર્ડ છે. રોહિત એક માત્ર એવા ખેલાડી છે જે આઇપીએલની ચાર વિજેતા ટીમો તરફથી રમી ચુકયા છે. ટીમ ઇન્ડિયાના હીટમેન એટલે કે રોહિત શર્મા આજે પોતાનો ૩રમો જન્મ દિવસ ઉજવી રહયા છે. આંતરરાષ્ટીય કિકેટના કેટલાય રેકોર્ડ રોહિત શર્માના નામે છે. આ રેકોર્ડમાં બહુ ખાસ છે વન-ડેમાં ત્રણ બેવડી સદી. રોહિત એવા એક માત્ર ખેલાડી છે જેણે વન-ડેમાં ત્રણ વખત બેવડી સદી કરી છે. 

રોહિતે પહેલા ર૦૧૩, બાદમાં ર૦૧૪ અને ર૦૧૭માં બેવડી સદી મારી હતી. બેગ્લુરૃમાં ઓષ્ટેલીયા સામે તેણે ર૦૯ રન બનાવ્યા હતા. બાદમાં કોલકતામાં શ્રીલંકા સામે ર૬૪ રન બનાવ્યા હતા અને ર૦૧૭માં ફરી એક વાર શ્રીલંકા સામે ર૦૮ ફટકાર્યા હતા. રોહિતને નવેમ્બર અને ડિસેમ્બર માસ સાથે ખાસ લાગણી છે. રોહિતે બે વન-ડેમાં બેવડી સદી નવેમ્બરમાં અને એક ડિસેમ્બરમાં મારી હતી.

બૈંગ્લુરૃમાં ઓષ્ટેલીયા સામે ર નવેમ્બર ર૦૧૩ માં પહેલી વખત બેવડી સદી(ર૦૯), બીજી બેવડી સદી (ર૬૪) શ્રીલંકા સામે કોલકતામાં ૧૩ નવેમ્બર ર૦૧૪માં ફટકારી હતી, જયારે ૧૩ ડિસેમ્બર ર૦૧૭ ના રોજ મોહાલીમાં શ્રીલંકા સામે ત્રીજી બેવડી સદી(ર૦૮) ફટકારી હતી. આ ઉપરાંત ભારતની ટીમની આગેવાની કરતા ઇન્દોરમાં રર ડિસેમ્બર ર૦૧૭ ના રોજ શ્રીલંકા સામે ટી-ર૦ માં સદી ફટકારી હતી.

રોહિતે ૩૫ દડામાં જ સદી ફટકારી હતી.આ સાથે જ તેણે ડેવીડ મિલરની સૌથી ઝડપી સદી (ટીર૦)ના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. રોહિત શર્મા હાલમાં આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળી રહયા છે.આઇપીએલમાં રોહિત સૌથી વધારે રન બનાવવામાં ત્રીજા નંબરે છે. તેની આગળ ચેન્નઇ સુપર કિંગ્સના બેટસમેન સુરેશ રૈના અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી છે. રોહિતની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલ ર૦૧૯માં અત્યાર સુધીમાં ૧રમાંથી ૭ મેચ જીતી ચુકી છે.

આઇપીએલમાં રોહિત શર્માના નામે એક અનોખો રેકોર્ડ છે. આઇપીએલની ચાર વિજેતા ટીમો તરફથી રમવાનો તેનો અનોખો રેકોર્ડ છે. ર૦૦૯માં ડેકકન ચાર્જર્સે આઇપીએલનો ખિતાબ જીત્યો હતો, રોહિત આ ટીમનો હિસ્સો હતા.જયારે મુંબઇ ઇન્ડિયન્સ રોહિતની કેપ્ટનશીપ હેઠળ ત્રણ વખત (ર૦૧૩, ર૦૧પ અને ર૦૧૭)માં આઇપીએલ ચેમ્પીયન બની હતી.

Read Also

Related posts

નવસારી : બોરનું પાણી પીધા બાદ ઝાડા ઉલ્ટીના કારણે બે લોકોનાં મોત

Mayur

અર્જૂન રેડ્ડી બાદ હવે વિજય દેવરાકોંડાની આ ફિલ્મની બનશે હિન્દી રિમેક

Bansari

સેંકડો હિંદુ છોકરીઓને જબરજસ્તી મુસ્લિમ બનાવનાર આ પાકિસ્તાની મૌલવીને જોઇએ છે હિંદુસ્તાની બેગમ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!