GSTV
Home » News » રોહિત શર્માએ તોડ્યો ટી-20નો સૌથી મોટો રેકોર્ડ, બન્યા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

રોહિત શર્માએ તોડ્યો ટી-20નો સૌથી મોટો રેકોર્ડ, બન્યા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં રોહિત શર્માએ ધમાકેદાર પ્રદર્શન કર્યુ. ઑકલેન્ડમાં તેમણે ટી-20 ક્રિકેટના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યાં. આ મેચ પહેલા રોહિતે 91 મેચની 83 ઈનિંગમાં 2238 રન બનાવ્યા હતાં અને તેમણે ટી20 ક્રિકેટનો સૌથી મોટો બેટ્સમેન બનવા માટે 35 રનની જરૂર હતી. પરંતુ સ્પિનર ઈશ સોઢીની બોલમાં ત્રીજો છગ્ગો લગાવીને તેમણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો.

આ કમાલ પહેલા તેઓ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર લોકોની યાદીમાં ત્રીજા સ્થાને હતાં. રોહિતની આગળ ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ (જે આ સીરીઝમાં રમતા નહોતા) હતા, જેના નામે 74 ઈનિંગમાં 2272 રન છે.

ત્રીજા ક્રમે શોએબ મલિકનો નંબર આવે છે, જેણે 104 ઈનિંગમાં 2263 રન નોંધાવ્યા છે. આઉટ થતા પહેલા રોહિતે 50 રનની ઈનિંગ રમી. આ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં તેમની 16મી અર્ધસદી હતી. રોહિત હવે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 84 ઈનિંગમાં 2288 રન બનાવ્યા છે.

ભારત તરફથી ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં બીજા નંબરે નિયમિત કેપ્ટન વિરાટ કોહલી છે, જેણે 65 મેચોમાં 2167 રન બનાવ્યા છે. કોહલીની બેટિંગ સરેરાશ 49.25ની છે અને સ્ટ્રાઈક રેટ છે 136.11 પ્રતિ 100 બોલ.

આ મેચમાં રોહિત શર્માએ વધુ એક સિદ્ધી નોંધાવી છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ઈનિંગમાં બીજો છગ્ગો લગાવતા જ ‘હિટમેને’ ટી-20માં છગ્ગો ફટકારી સદી પૂર્ણ કરી. રોહિત આ સિદ્ધી કરનાર પ્રથમ ભારતીય અને દુનિયાનો ત્રીજો બેટ્સમેન બન્યો. રોહિતે ઈનિંગમાં કુલ ચાર છગ્ગા લગાવ્યાં. આ જ રીતે રોહિતના નામે ટી-20માં 101 છગ્ગા નોંધાયા છે. હવે તેનાથી આગળ માર્ટિન ગપ્ટિલ અને ક્રિસ ગેલે આ પરાક્રમ કર્યુ છે. બંનેના નામે 103-103 છગ્ગા છે.

READ ALSO

Related posts

લોટમાં ઉમેરો આ 1 ખાસ વસ્તુ, બધી જ રોટલી બનશે ફૂલીને દડા જેવી, સાથે-સાથે એકદમ સોફ્ટ પણ

NIsha Patel

ડાયટ વગર પણ ફટાફટ ઓગાળશે પેટની ચરબી, રોજ કરો આ એક આસન

NIsha Patel

આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં દાદા અમિતાભ પેંપર કરતાં મળ્યા જોવા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!