રોહિતના 58 રન…અને સચિન સાથે ‘હિટમેન’ બનાવશે આ ‘મહારેકોર્ડ’

હિટમેન રોહિત શર્મા એક એવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યાં છે જે ક્રિકેટની દુનિયામાં ભારતનો દબદબો યથાવત રાખશે. રોહિત ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાનાર ત્રીજી અને અંતિમ ટી-20માં ફર્ક વર્લ્ડ રેકોર્ડ જ નહી સર્જે પરંતુ વિશ્વ ક્રિકેટમાં સચિન તેંડુલકર સાથે ટીમ ઇન્ડિયાની ધાક વધારશે.

રોહિત માટે ઇતિહાસ રચવાની તક છે. રવિવારે સિડનીમાં રોહિત 58 રન બનાવી લેશે તો એક મોટી સિદ્ધી તેના નામે થશે. 31 વર્ષીય રોહિત ટી-20 ઇન્ટરનેશનલની 81 ઇનિંગ્સમાં 2214 રન બનાવી ચુક્યા છે. તેમણે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ટૉપ પર પહોંચવા માટે ફક્ત 58 રનની જરૂરિયાત છે. હાલ ન્યુઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ 73 ઇનિંગ્સમાં 2271 રન બનાવીને સૌથી આગળ છે.

રોહિતના નામે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાતા જ અન્ય એક અનોખો રેકોર્ડ સર્જાશે. હકીકતમાં ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ફક્ત એક જ ભારતીય હશે.

એક બાજુ જ્યાં સચિન તેંડુલકર ટેસ્ટ અને વન ડે ઇન્ટરનેશનલમાં અનુક્રમે 15921 અને 18426 સાથે સૌથી વધુ રન બનાવવાનો વર્ડ રેકોર્ડ ધરાવે છે ત્યાં હવે ટી-20 ઇન્ટરનેશનલમાં પણ સૌથી વધુ રન બનાવનાર એક ભારતીય જ હશે. વર્લ્ડ ક્રિકેટમાં રોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 4 સદી ફટકારનાર બેટ્સમેન છે. ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી રોહિતના નામે છે.

સૌથી વધુ સિક્સર ફટકારવાની વાત કરીએ તો રોહિત આ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે. તે તેનાથી ફક્ત 8 સિક્સર જ દૂર છે. હાલ ક્રિસ ગેલ અને માર્ટિન ગપ્ટિલના 103-103 સિક્સર ફટકારીને ટૉપ પર છે. ચાર સિક્સર ફટકારીને તે ભારત તરફથી ટી-20 ઇન્ટરનેશનલમાં સિક્સરની સદી પૂરી કરનાર પ્રથમ બેટ્સમેન બની જશે.

જો રોહિત શર્મા આજની મેચમાં આ રેકોર્ડ બનાવવામાં સફળ ન થાય તો તેમણે આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી ન્યુઝીલેન્ડ લામેની ટી-20 સીરીઝની રાહ જોવી પડશે. ન્યુઝીલેન્ડ સામે 6થી 10 ફેબ્રુઆરી વચ્ચે 3 મેચોની ટી-20 સીરીઝ રમાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter