GSTV

મારી ઇજા વિશે બીસીસીઆઈ અને મુંબઈ ઇન્ડિયન્સને સતત માહિતગાર કરતો હતો: રોહિત શર્મા

રોહિત શર્માની હેમસ્ટ્રિંગની ઇજા અંગે જે હોહા મચી હતી તે ગુંચવણભરી હતી અને રોહિત શર્મા માટે આશ્ચર્યજનક હતી જેના મતે આ ઇજા ક્યારેય એટલી બધી ગંભીર ન હતી. જોકે હવે રોહિત શર્મા કહે છે કે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે સજ્જ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને 27મી નવેમ્બરથી વન-ડે તથા ટી20 સિરીઝનો પ્રારંભ થશે. ત્યાર બાદ 17મી ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં રોહિત શર્માને સામેલ કરવામાં આવ્યો છે.


ભારતની લિમિટેડ ઓવરની ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ આઇપીએલ દરમિયાન થયેલી હેમસ્ટ્રિંગની ઇજા વિશે વાતચીત કરી હતી. આ ઇજાને કારણે તેને ભારતીય ટીમમાંથી બાકાત રખાયો હતો. છેક ડિસેમ્બરમાં રમાનારી સિરીઝમાંથી તેને દૂર કરાયો પરંતુ રોહિત તો થોડા જ દિવસમાં આઇપીએલમાં રમ્યો હતો અને તેણે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. જોકે અંતે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો હતો.


રોહિત શર્માએ જણાવ્યું હતું કે મને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. પ્રામાણિકતાથી કહું તો લોકો જે કહી રહ્યા છે તે મારી સમજની બહાર છે. પણ મને સ્પષ્ટ કરવા દો કે હું મારી ઇજા વિશે બીસીસીઆઈ અને મુંબઈ ઇન્ડિયન્સને સતત માહિતગાર કરતો રહેતો હતો.

READ ALSO

Related posts

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

Nilesh Jethva

અશ્લીલતાનું પ્રદર્શન કરતા ટૂંકા વસ્ત્રોમાં નહીં મળે મંદિરમાં પ્રવેશ, શિરડી સાંઈબાબા મંદિરમાં નક્કી કરાયો ડ્રેસ કોડ

Pravin Makwana

અન્નદાતા રસ્તા પર ધરણા કરી રહ્યા છે ત્યારે ટીવી પર જુઠ્ઠાણા ચાલી રહ્યા છે, અહંકારની ખુરશી પરથી ઉતરી ખેડૂતોને તેમનો અધિકાર આપો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!