GSTV
Home » News » VIDEO: મૅચ વખતે એવું તો શું બન્યું કે રોહિત અમ્પાયર સાથે ઉગ્ર દલીલમાં ઉતરી ગયો

VIDEO: મૅચ વખતે એવું તો શું બન્યું કે રોહિત અમ્પાયર સાથે ઉગ્ર દલીલમાં ઉતરી ગયો

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાને સામેલ કર્યો છે. રવિન્દ્ર જાડેજાએ એક વર્ષ બાદ વન-ડે ટીમમાં વાપસી કરી છે. જાડેજાએ વાપસીની સાથે જ પોતાની બોલિંગથી ત્રણ મહત્વની સફળતા અપાવી છે. જોકે, વાપસી કરી રહેલા જાડેજાએ બીજા બોલ પર નો બૉલ ફેંકી દીધો હતો. ત્યારબાદ એમ્પાયરે ફ્રી હિટનો ઈશારો કર્યો હતો, ત્યારબાદના બોલ પર એમ્પાયરે ડેડ બૉલ જાહેર કર્યો હતો.

ખરેખર, એમ્પાયરે ડેડ બૉલ જાહેર કરી જણાવ્યું કે પાવરપ્લે દરમ્યાન ફીલ્ડર 30 યાર્ડની બહાર બે ખેલાડી વધારે હતાં. એમ્પાયરના આ નિર્ણયથી રોહિત શર્મા નારાજ થયા હતાં. રોહિત અને એમ્પાયર વચ્ચે થોડી વાર સુધી તુતુ-મેંમેં થઈ હતી. આ મામલો શાંત થયા બાદ જાડેજાના બોલ પર શાકિબે ચોગ્ગો ફટકાર્યો.

તો ટીમના અનુભવી બેટ્સમેન મુશ્ફિકુર રહીમે પણ જાડેજાના બોલ પર ચહલે કેચ પકડ્યો હતો. વિકેટકીપર મુશ્ફીકુર રહીમ, લિટન દાસ, અને શાકિબના આઉટ થયા બાદ  બાંગ્લાદેશની ટીમ મુશ્કેલીમાં દેખાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતે પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગને હાર આપી હતી તો તે પછીની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બાંગ્લાદેશે આ ટુર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને હાર આપી હતી. ભારતે પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ બીજી મેચમાં પાકિસ્તાને પરાજય સહન કરવો પડ્યો હતો.

Related posts

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

‘અમે આ જ ઇચ્છતાં હતા’ ટી-20માં કારમા પરાજય બાદ આ શું બોલી ગયો કોહલી!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!