GSTV
Gujarat Government Advertisement

ઓ બાપ રે… કોહલી પાંચમી T20Iમાં ન રમતા એક જ ઝાટકે તેના બે મોટા રેકોર્ડ તૂટી ગયા

વિરાટ કોહલી

Last Updated on February 3, 2020 by Mayur

રોહિત શર્માના 60 અને રાહુલના 45 રન બાદ બુમરાહે 12 રનમાં ત્રણ તેમજ સૈની-ઠાકુરે 2-2 વિકેટ ઝડપતાં ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને આખરી ટી-20માં સાત રનથી વિજય મેળવતા અનોખો ઈતિહાસ રચી દીધો હતો. ભારતે આ સાથે ટી-20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઈટવોશ કર્યો હતો અને ટી-20ના ઈતિહાસમાં દ્વિપક્ષિય શ્રેણી 5-0થી જીતનારી વિશ્વની સૌપ્રથમ ટીમ તરીકેનું ગૌરવ હાંસલ કર્યું હતુ. ભારતે આ સાથે ન્યૂઝીલેન્ડની ભૂમિ પર યજમાનો સામે સૌપ્રથમ ટી-20 શ્રેણી વિજયની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

માઉન્ટ માગ્નુઈમાં રમાયેલી પાંચમી અને આખરી ટી-20માં જીતવા માટેના 164ના સ્કોર સામે ન્યૂઝીલેન્ડ નવ વિકેટે માત્ર 156 રન કરી શક્યું હતુ અને 7 રનથી હારી ગયું હતુ. બુમરાહે તેની ચાર ઓવરમાં માત્ર 12 રન આપીને ત્રણ વિકેટ ઝડપી ભારતના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, જેના પરીણામે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ સાથે જ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એક મેચમાં ગેરહાજર રહેવું ભારે પડી ગયું છે. તે એક T20I મેચમાં ગ્રાઊન્ડની બહાર રહેતા તેના બે મોટા રેકોર્ડો તૂટી ગયા છે. ઉપરથી આ બંન્ને રેકોર્ડ ભારતીય ટીમના ઓપનરો દ્રારા જ તોડવામાં આવ્યા છે.

કોહલીનો તૂટેલો રેકોર્ડ નંબર 1

રાહુલ બે ટીમો વચ્ચે થયેલી દ્રિપક્ષીય T20Iમાં સૌથી વધારે રન બનાવનારો ભારતીય બેટ્સમેન બની ચૂક્યો છે. આ પહેલા આ કિર્તીમાન વિરાટ કોહલીના નામે હતો. તેણે 2016માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ત્રણ મેચની સિરીઝમાં 199 રન બનાવ્યા હતા. આ કેટેગરીમાં વિશ્વ રેકોર્ડ કોલીન મનરોના નામે હતો. મનરોએ વર્ષ 2017માં વિન્ડીઝ વિરૂદ્ધ ત્રણ મેચની સિરીઝમાં 233 રન બનાવ્યા હતા. કે એલ રાહુલે તેનો રેકોર્ડ તોડ્યો છે. એ વાત અલગ છે કે રાહુલને પાંચ મેચની સિરીઝ હોવાના કારણે ફાયદો મળ્યો છે.

કોહલીનો કડડભૂસ થયેલો બીજો રેકોર્ડ

આ મેચમાં જ વિરાટ કોહલીનો અન્ય એક કિર્તીમાન પણ તૂટી ગયો છે. T20Iમાં સૌથી વધારે 50થી વધારે રન બનાવવાનો કિર્તીમાન. પાંચમાં મુકાબલા પહેલા કોહલી અને રોહિત શર્માના નામે બરાબરીમાં 24-24 વખત 50+ રન બનાવવાનો રેકોર્ડ હતો. વિરાટ કોહલી પાંચમી મેચમાં ન રમ્યો. રોહિત શર્માએ મેચમાં ભાગ લીધો અને રિટાયર્ડ હર્ટ થવા સુધીમાં 60 રન બનાવી લેતા હવે આ રેકોર્ડ બરાબરીનો ન રહેતા માત્ર રોહિત શર્માના નામે થઈ ગયો છે. રોહિત શર્માએ પોતાના T20I કરિયરમાં 4 સેન્ચુરી અને 21 હાફ સેન્ચુરી બનાવી છે. જેથી કુલ 25 વખત રોહિત શર્માએ 50+ રન બનાવ્યા છે.

આ લિસ્ટમાં ભારત સિવાય અન્ય દેશના ખેલાડીઓના નામ પણ છે. ન્યુઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ અને આર્યલેન્ડના પોલ સ્ટર્લિંગના નામે 17-17 વખત 50+ રન બનાવી ચૂક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!