GSTV

IPL 2020: ‘હિટમેન’ રોહિત શર્માની વધુ એક સિદ્ધી, આઇપીએલમાં ફટકારી 200 સિક્સર

રોહિત

ભારતીય વન-ડે ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન અને પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા મુંબઈ ઇન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં 54 બોલમાં 80 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે આઇપીએલમાં પોતાની 200 સિકસર પૂરી કરી હતી. આ ઇનિંગ્સમાં રોહિતે તેની પાંચમી સિક્સર ફટકારી તે સાથે તે આઇપીએલમાં 200 સિક્સર ફટકારનારો બીજો ભારતીય અને કુલ ચોથો બેટસમેન બન્યો હતો.

ધોનીએ પણ ફટકારી છે આટલી સિક્સર

ધોની

અગાઉ ભારત માટે મહેન્દ્રસિંહ ધોનીએ 212 સિક્સર ફટકારેલી છે તો આઇપીએલના ઇતિહાસમાં ક્રિસ ગેઇલે સૌથી વધુ 326 સિક્સર, એબી ડી વિલિયર્સે 214 સિકસર ફટકારી છે. યોગાનુયોગે ગેઇલ અને ડી વિલિયર્સ એક સમયે રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં સાથે રમતા હતા. તેમની મોટા ભાગની સિક્સર બેંગલોર વતી રમતી વખતે નોંધાઈ છે.

બેંગલોરનો વિરાટ કોહલી અત્યાર સુધીમાં 191 સિક્સર ફટકારી ચૂક્યો છે. આમ આ સિઝનમાં સિક્સરની બેવડી સદી ફટકારવાની તેની પાસે તક રહેલી છે.

Read Also

Related posts

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!