GSTV

ફેડરરે સાત મેચ પોઈન્ટ બચાવીને સેન્ડગ્રેનને હરાવ્યો : હવે સેમિફાઈનલમાં યોકોવિચ સામે ટક્કર

ત્રીજો ક્રમાંક ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરે સાત મેચ પોઈન્ટ બચાવતા ૧૦૦માં ક્રમાંકિત અમેરિકી ખેલાડી સેન્ડગ્રેનને ક્વાર્ટર ફાઈનલમાં ૬-૩, ૨-૬, ૨-૬, ૭-૬(૧૦-૮), ૬-૩થી પરાજીત કર્યો હતો. ૩૮ વર્ષીય ફેડરરે આ સાથે ૧૫મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. હવે તેનો મુકાબલો સર્બિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન અને બીજો સીડ ધરાવતા યોકોવિચ સામે થશે. સર્બિયન સ્ટાર યોકોવિચે ૩૨માં ક્રમાંકિત કેનેડિયન ખેલાડી રાઓનિકની સામે ૬-૪, ૬-૩, ૭-૬ (૭-૧)થી આસાન જીત હાંસલ કરી હતી. યોકોવિચે આ સાથે રાઓનિક સામેની ૧૦મી મેચમાં ૧૦મો વિજય હાંસલ કર્યો હતો.

મેલબોર્ન પાર્કના રોડ લેવર એરિનામાં ખેલાયેલી મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ફેડરર અને સેન્ડગ્રેન વચ્ચે ભારે સંઘર્ષમય મુકાબલો જોવા મળ્યો હતો. દિલધડક મુકાબલામાં ફેડરરે સાડા ત્રણ કલાકથી વધુના સંઘર્ષ બાદ આખરે જીત હાંસલ કરી હતી. ફેડરરે મેચ જીત્યા બાદ ટેનિસ કોર્ટના પરના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, ઘણી વખત સફળતા મેળવવા માટે ભાગ્યની જરુર પડે છે. હું ખુબ જ ખુશ છું કે, આજે ભાગ્ય મારી તરફેણમાં હતું. ફેડરરે ચાલુ વર્ષે બીજી વખત અને મેલબોર્નમાં છઠ્ઠી વખત પાંચ સેટમાં ખેંચાયેલા મુકાબલામાં જીત હાંસલ કરી હતી.

સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે રાઓનિક પરનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ. યોકોવિચે બે કલાક અને ૪૯ મિનિટના મુકાબલા બાદ જીત મેળવતા મેલબોર્ન પાર્કમાં આઠમી સેમિ ફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. હવે સેમિફાઇનલમાં ફેડરર અને યોકોવિચ આમને-સામને હશે.

આજની ક્વાર્ટર ફાઈનલ

  • નડાલ (સ્પેન) વિ. થિયમ (ઓસ્ટ્રીયા)
  • ઝ્વેરેવ (જર્મની) વિ. વાવરિન્કા (સ્વિત્ઝર્લેન્ડ)

READ ALSO

Related posts

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

કોરોનાને કારણે IOCએ કરી ટોક્યો Olympicની નવી તારીખની જાહેરાત

Karan

Corona: કેપ્ટન કોહલી બાદ રોહિત શર્મા આવ્યો કોરોના પીડિતોની વ્હારે, દાન કરી આટલી રકમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!