GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સૌથી વધુ કમાણીમાં રોજર ફેડરરે ફૂટબોલ સ્ટાર મેસ્સીને પાછળ રાખી દીધો

20 વાર ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારો સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરર હવે દુનિયાનો સૌથી વધુ કમાણી કરતો રમતવીર બની ગયો છે. કોરોના વાયરસને કારણે ઘણા ફૂટબોલ ખેલાડીની આવકમાં ઘટાડો થયો છે જેને કારણે રોજર ફેડરર ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસ્સીને પાછળ રાખવામાં સફળ રહ્યો છે. ફોર્બ્સ મેગેઝિને આ અંગે નવી યાદી જારી કરી હતી. છેલ્લા 12 મહિનામાં રોજર ફેડરરે આઠ અબજ રૂપિયાની કમાણી કરી હતી. જેમાંથી 700 કરોડની કમાણી તો તેણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરી હતી. ફેડરર આ સાથે ચોથા ક્રમેથી છલાંગ લગાવીને પહેલા ક્રમે આવી ગયો છે. આ સાથે આમ કરનારો તે પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કમાણીમાં બીજા ક્રમે

રોજર ફેડરર બાદ જુવેન્ટસનો ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાત અબજ 92 કરોડ રૂપિયાની કમાણી સાથે બીજા ક્રમે છે જ્યારે લિયોનલ મેસ્સી ત્રીજા ક્રમે આવી ગયો છે. બ્રાઝિલનો નેઇમાર જુનિયર સાત અબજ 22 કરોડ સાથે ચોથા અને એનબીએ બાસ્કેટબોલ સ્ટાર લેબરોન જેમ્સ પાંચમા ક્રમે આવી ગયો છે.

કોરોનાને કારણે ફૂટબોલ ખેલાડીઓની આવકમાં કપાત

ફોર્બ્સના એડિટરે જણાવ્યું હતું કે કોરોનાને કારણે ફૂટબોલ ખેલાડીઓની આવકમાં કપાત આવી છે. જેને કારણે ટેનિસ ખેલાડીઓને પહેલી વાર મોખરે પહોંચવામાં મદદ મળી છે અને રોજર ફેડરર તેનો હકદાર હતો.

જાપાનની મહિલા ખેલાડી મોખરે

મહિલા ખેલાડીઓમાં જાપાનની નાઓમી ઓસાકા બે અબજ 82 કરોડ રૂપિયા સાથે મોખરે છે. તેણે તાજેતરમાં જ આ મામલે અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સને પાછળ ધકેલી દીધી હતી. સેરેના ચાર વર્ષથી મોખરાના સ્થાને હતી.

READ ALSO

Related posts

રોઝ ટેલરને કપ્તાનીમાંથી હટાવવોએ સૌથી અઘરો નિર્ણય પણ અમને અફસોસ નથી, : કિવિ કોચ

Bansari

કોરોનાના કારણે BCCIએ લીધો મોટો નિર્ણય, એશિયા કપ 2020ને લઈ કરી દીધી મોટી જાહેરાત

Pravin Makwana

ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર: IPLનું આયોજન 2020માં અને ભારતમાં જ થશે, ગાંગુલીએ આપી દીધાં છે આ સંકેત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!