ટેનિસ સ્ટાર રોજર ફેડરર કમસે કમ 2020માં તો ટેનિસ રમી શકે તેમ લાગતું નથી પરંતુ બે સર્જરી કરાવ્યા બાદ હવે તે 2021 પર નજર રાખી રહ્યો છે. આ ઉપરાંત તે આવતા વર્ષે જાપાનના ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનું પણ વિચારી રહ્યો છે. રોજર ફેડરરે જણાવ્યું હતું કે હાલમાં તે ટોચ લેવલનું ટેનિસ તો રમી શકે તેમ નથી પરંતુ તેની નજીક પહોંચી ગયો છે. પોતાના ફેન્સ સાથેના સેશનમાં ફેડરરે જણાવ્યું હતું કે તે હવે અગાઉ કરતાં બહેતર અનુભવી રહ્યો છે.
2021માં થશે બેઈજિંગ ઓલિમ્પિક્સ
20 વખત ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારો રોજર ફેડરર તેની કરિયરમાં ક્યારેય ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતી શક્યો નથી. તેણે જણાવ્યું હતું કે આવતા વર્ષે હું મારી આ ઇચ્છા પૂરી કરવા માગું છું. ઓલિમ્પિક્સનું આયોજન 2021ના ઓગસ્ટમાં થનારું છે જ્યારે રોજર ફેડરર આવતા સપ્તાહે 40 વર્ષનો થશે. તેણે 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં તેના સ્વિસ સાથે સ્ટેન વાવરિંકા સાથે મળીને ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ તે ક્યારેય સિંગલ્સમાં ગોલ્ડ જીતી શક્યો નથી.

- VIDEO/ માથા પર કાચના ગ્લાસ અને તેના પર માટલુ રાખી અદ્ભૂત ડાંસ કરતો આ વીડિયો જોઈ લો !
- VIDEO/ લોકોને આ જગ્યા પર પહોંચતા વર્ષોના વર્ષ લાગી જાય તેટલી ઉંચાઈએ આ યુવતીએ કરાવ્યો દિલધડક ફોટોશૂટ
- VIDEO/ WWEની રીંગમાં રાખીની એવી ધોલાઈ કરી નાખી કે, સીધી હોસ્પિટલમાં ભરતી કરાવી પડી
- આ રાજ્યમાં શરૂ થશે QR કોડ આધારિત હેલ્થ કાર્ડ, હેલ્થકેર ફેસિલિટીથી લઇને તમામ જાણકારી માત્ર એક ક્લિકમાં
- મોદી સરકારની દરખાસ્ત ખેડૂતોએ ફગાવી/ કૃષિ કાયદા રદ કરવાની માગ પર અડગ રહ્યા ખેડૂત સંગઠન