GSTV

‘શુભ મંગલ સાવધાન’નું ન્યૂ સોંગ ‘રૉકેટ સૈયાં’ રિલીઝ

Last Updated on August 6, 2017 by

આયુષ્માન ખુરાના અને ભૂમિ પેંડનેકરની ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’નું ન્યૂ સોંગ રૉકેટ સૈયા રિલીઝ કરવામાં આવ્યુ છે. આ સોંગમાં આયુષ્માન અને ભૂમિનો અલગ જ અવતાર જોવા મળી રહ્યા છે.

‘દમ લગા કે હઇશા’ ફિલ્મના લીડ એક્ટર આયુષ્માન ખુરાના અને ભૂમિ પેંડનેકરની શાનદાર કેમેસ્ટ્રી ફરી એક વખત ‘શુભ મંગલ સાવધાન’માં જોવા મળશે. આ ફિલ્મનું પ્રોડક્શન આનંદ એલ.રાયના બેનર હેઠળ કરવામાં આવ્યુ છે.

આ ફિલ્મ તમિલ સુપરહિટ ‘કલ્યાણ સમયાલ સાધમ’ ની રીમેક આ ફિલ્મનું નિર્દેશન આર.એસ. પ્રસન્નાએ કર્યું છે. ફિલ્મમાં આયુષ્યમાન અને ભૂમિના પાત્રોના નામ મુદિત અને સુગંધા છે.

‘શુભ મંગલ સાવધાન’નું ટ્રેલર ખૂબ જ ઇન્ટસ્ટ્રિંગ છે. ટ્રેલરમાં ભૂમિ અને આયુષ્માન ખુરાનાની કેમેસ્ટ્રી ખૂબ જ રિફ્રેશિંગ લાગી રહી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના શારિરીક રીતે અસક્ષમ વ્યકિતના કેરેક્ટર ભજવી રહ્યો છે. ‘દમ લગા કે હઈશા’ માં સંસ્કારી પતિ-પત્ની તરીકે દેખાયેલી આ જોડીને એક નવી ભૂમિકામાં જોવી રસપ્રદ રહેશે.

ભૂમિ પેંડનેકર અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ 1 સપ્ટેમ્બરના થિયેટર્સમાં રિલીઝ થશે.

Related posts

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!