GSTV
Gujarat Government Advertisement

શકકરટેટી/ પાળિયાદના ખેડૂતે 90 દિવસમાં ખર્ચથી બેવડો નફો મળ્યો, સરકારી સહાયનો પણ આ રીતે ઉઠાવો લાભ

Last Updated on April 26, 2021 by Bansari

સરકારના બાગાયત વિભાગની સહાયથી બોટાદ જિલ્લામાં શક્કર ટેટીની આધુનિક ખેતી કરી ખેડૂતે નફો મેળવ્યો હતો. સતત નવો માર્ગ શોધવા ખેડૂતે પ્રગતિશીલ રહી માત્ર 90 દિવસમાં પાક પૂર્ણ કરી આધુનિક ખેતી કરી નફો મેળવ્યો હતો.

કિસાન

બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામના રહિશ 56 વર્ષીય મશરૂભાઈ નરશીભાઈ મેણીયાએ સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓની પાસે બાપ દાદાની 4.85 હેકટર સુધી જમીન છે. પોતે ખેડૂતપુત્ર હોય નાનપણથી જ બાપ-દાદાની પારંપરિક કપાસ, તલ, જુવાર વગેરે પાકોની ખેતી જોતા આવતા. પારંપરિક ખેતીમાં તેઓએ જોયું કે, પુરતી માહિતીના અભાવે પાક સંરક્ષણ માટે દવાઓના ખર્ચ તથા તેનો વધારે પડતો ઉપયોગ, વિવિધ રોગો- જીવાતોનો અને પ્રાણીઓનો ઉપદ્રવ, ઓછું ઉત્પાદન અને ઓછા ભાવ વગેરે,વગેરે સમસ્યાનો સામનો કરતા હતા.

આ વિકટ સમસ્યાથી છૂટવા મશરૂભાઈ સતત નવો માર્ગ શોધવા પ્રગતિશીલ રહેતા. તેઓ બાગાયતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શાખાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી ચાલુ વર્ષે ગ્રોકવર તથા મલ્ચીંગ સાથે શક્કર ટેટીનું આધુનિક ખેતીની માહિતી મેળવી નવ વિઘાનું વાવેતર કરેલ જેમાં આવક-ખર્ચના આંકડા જોતા જણાવ્યું હતું કે, તેઓએ નવ વિઘાના વાવેતરમાં મલ્ચીંગ, ગ્રોકવર, બિયારણ અને દવા તથા ખાતર, મજુરી તથા અન્ય મળી કુલ ખર્ચ કર્યા બાદ પાક પુર્ણ કરવા માટે માત્ર 90 દિવસ લાગે છે.

કિસાન

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં થયેલ નવ વિઘાની આવકની વિગતોમાં કુલ ઉત્પાદન 51,500/- કિ.ગ્રાનું થયું હતું જેની આવક 6.5 લાખ સામે ખર્ચ 2.84 લાખ માત્ર થયો હતો. આમ, તમામ ખેડૂતો પણ બાગાયત ખાતાની સહાય મેળવી પોતાની આવકમાં બમણો ફાયદો કરી શકે છે. જેથી અરજી કરવા માટે ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરી શકાશે. હાલ આ યોજનાની ઓનલાઈન અરજી ચાલુ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!