GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

આ રાજ્યમાં હવે રોબોટ આપશે કોરોના વાયરસનાં દર્દીઓને દવા

કોરોના વાયરસની સામે લડવા માટે હવે રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. તામિલનાડુનાં તિરૂચિરાપલ્લી શહેરમાં એક પ્રાઈવેટ સોફ્ટવેર કંપનીએ કોવિડ-19 આઈસોલેશન વોર્ડનાં દર્દીઓને દવાઓ આપવા માટે શહેરની સરકારી હોસ્પિટલમાં હ્યુમનોઈડ રોબોટ દાન કર્યા છે. દાન કરાયેલાં રોબોટમાંથી ચાર રોબોટ ઉપયોગ કરવા માટે તૈયાર છે. જ્યારે હોસ્પિટલની તરફથી કહેવામાં આવ્યુ છેકે, જો તેમને આ રોબોટનો ઉપયોગ કરવા માટે પરવાનગી મળી જશે તો તેઓ તેને ઉપયોગમાં લેશે.

તામિલનાડુમાં સતત કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 41ની આસપાસ થઈ ગઈ છે. આ પહેલાં અહીંયા કોરોનાને કારણે એક દર્દીનું મોત થયુ છે. જ્યારે દેશની વાત કરીએ તો અહીં એક હજારથી વધારે સંક્રમણનાં મામલાઓ સામે આવી ચૂક્યા છે. જ્યારે મરનાર લોકોની સંખ્યા 25થી વધી ગઈ છે. કોરોનાના વધતા સંક્રમણને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 21 દિવસોના લોકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારે આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!