GSTV

નવું નજરાણું/ ગુજરાતમાં રોબોટ હવે સમોસા અને ચા-કોફી લઈને આવશે, 200 રોબોટ સાથેનું રોબો કાફે તૈયાર

રોબોટ

Last Updated on July 15, 2021 by Bansari

તમે કાફેમાં બેઠા હોવને રોબોટ સમોસા-ચા કે કોફી લઇને આવે તો નવાઇ પામશો નહી. અમદાવાદ શહેરમાં સાયન્સ સિટીમાં રોબો કાફે તૈયાર કરાયુ છે જયાં રોબોટ શેફ વિવિધ વાનગીઓ તૈયાર કરશે અને રોબોટ વેઇટર્સ મુલાકાતીઓને આપેલા ઓર્ડર મુજબ વાનગીઓ પિરસશે. આજની ફાસ્ટ લાઇફમાં હવે રોબોનો રોંજીદા જનજીવનમાં ઉપયોગ થવાનુ શરૂ થઇ રહ્યુ છે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ રોબો કાફે હશે જયારે રસોડામાં સેફ અને કાફમાં વેઇટર્સ પણ રોબોટ જ હશે. આ અનોખા રોબો કાફેનું તા.૧૬મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે.

રૂા.૧૨૭ કરોડના ખર્ચે અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાયુ

સાયન્સ સિટી પરિસરમાં રૂા.૧૨૭ કરોડના ખર્ચે ૧૧ હજાર સ્કેવર મિટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાયુ છે.આ રોબોટિક ગેલેરીમાં ૭૯ પ્રકારના લગભગ ૨૦૦થી વધુ રોબોટ મૂકવામાં આવ્યા છે.

સાયન્સ સિટીના મુલાકાતે આવનારાં માટે રોબોટિક ગેલેરીમાં જ રોબો કાફે બનાવવામાં આવ્યુ છે જેમાં ૪૦ જણાં બેસીને ચા-નાસ્તો કરી શકશે. આ રોબો કાફેની વિશેષતા એ છેકે, અહીં મુલાકાતીઓએ સ્ક્રિન પર સીટ પસંદ કરી ઓનલાઇન ઓર્ડર આપવાનો રહેશે જેથી રસોડામાં રોબો શેફ જે તે વાનગી બનાવશે અને રોબો વેઇટર્સ તે જે સીટ પર જઇને વાનગી પિરસશે.

રોબોટ

રોબોટ શેફના હાથે શું શું વાનગી મળશે?

રોબો કાફેમાં રોબોટ શેફના હાથે શું શું વાનગી મળશે તેનું મેનું પણ તૈયાર કરાયુ છે. રોબો કાફેમાં ચા, કોફી, રેડ પાસ્તા , સિઝવાન ફ્રાઇડ રાઇસ , દાળ ખિચડી અને મસાલા ઢોસાનો સ્વાદ માણવા મળશે. શરૂઆતમાં કાફેમાં ચાર રોબો વેઇટર્સ મુલાકાતીઓને ચા,નાસ્તો પિરસશે.

રોબોટ

જયારે એક જ રોબોટ શેફ બધાય વ્યજંન તૈયાર કરશે.સાયન્સ સિટીના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર એસ.ડી વોરા કહે છે કે, રોજીદા જીવનમાં હવે ટેકનોલોજીના માધ્યમથી રોબોટ કેટલો ઉપયોગી થશે તે રોબો કાફેની એક જ મુલાકાત પરથી ખબર પડશે. રોબો માત્ર વિવિધ વ્યજંન તૈયાર કરશે અથવા વાનગી પિરસશે એટલું જ નહીં, રોબોટિક ગેલેરીમાં એવા ય રોબો મૂકાયાં છે જે મુલાકાતીઓ સાથે આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહભાવ સાથે વાતચીત પણ કરશે.

આ અનોખો રોબો કાફે ઉપરાંત રોબોટિક ગેલેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૬મીએ લોકો માટે ખુલ્લી મૂકશે. ગુજરાતીઓમાં માટે રોબો કાફે નજરાણુ બની રહેશે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!