GSTV
Gujarat Government Advertisement

હવે ડૉક્ટરોની થઈ શકે છે છુટ્ટી! પહેલીવાર રોબોટે કેન્સરની સર્જરી કરી દર્દીને કર્યો સાજો

Last Updated on September 20, 2020 by

એક રોબોટે ડોક્ટરની ત્રણ ટીમની સાથે મળીને કેંસરના દર્દીની સર્જરી કરી છે. કોઈ કેંસરના દર્દીના આ રીતે કરવામાં આવેલી આ પહેલી સર્જરી છે. રિપોર્ટ પ્રમાણે આ અનોખો પ્રયોગના કારણે દર્દીના રિકવરી ટાઈમમાં એક તૃતીયાંશ ઓછો થઈ જશે.

બ્રિટેને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના નોરફોક એન્ડ નોરવિચ યુનિવર્સિટી હોસ્પિટના ડોક્ટરોએ નિર્ણય કર્યો હતો. આ સર્જરી ત્રણ સ્ટેજોની સાથે જ પુરી કરવામાં આવશે. એ માટે ડોક્ટરની ત્રણ ટીમ અને રોબોટે એક જ સમયે સર્જરીની પ્રક્રિયા શરૂ કરી હતી.

એક રિપોર્ટ પ્રમાણે ડોક્ટરે એડવાન્સ્ડ રેક્ટલ કેંસરથી ઝઝમુ રહેલા 53 વર્ષના દર્દીની સર્જરીના કામમાં જે રોબોટ લગાવ્યો હતો તેનું નામ Da Vinci Si છે. રોબોટના ચારે હાથોમાં સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ દેવામાં આવ્યાં હતાં. અને તેને ડોક્ટરોએ જોયસ્ટિક અને થ્રડી સ્ક્રિનના માધ્યમથી કંટ્રોલ કરી રહ્યાં હતા. આ રોબોટની કિંમત 9.5કરોડ રૂપિયા છે.

આ સર્જરી જુલાઈ મહિનામાં કરવામાં આવી હતી. પરંતુ તેની સાથે જોડાયેલી જાણકારી હવે પ્રકાશીત કરવામાં આવી રહી છે. સર્જરીમાં કુલ 14 ડોક્ટરોએ ભાગ લીધો હતો. એક્સપર્ટ્સનું માનવું છે કે, આ પ્રયોગ આવનારા દિવસોમાં ઘણા સર્જનોને એક સાથે ઓપરેશન કરવાનો રસ્તો ખુલશે.

આ પહેલા એડવાન્સ્ડ રેક્ટલ કેંસરની જટીલ સર્જરી અલગ અલગ શિફ્ટમાં થતી હતી. એક ટીમને સમગ્ર કામ પૂર્ણ કર્યાં બાદ બીજી ટીમ દર્દીની સર્જરીમાં જોડાતી હતી. જેમાં 12 કલાક લાગતા હતા. પરંતુ આ સર્જરી 10 કલાક કરતા પણ ઓછા સમયમાં થઈ ગઈ. દર્દીના રિકવરી ટાઈમમાં પણ ઘટાડો થયો છે. પહેલા દર્દીને 21 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડતું હતું. પરંતુ આ વખતે માત્ર 7દિવસમાં રિકવર થઈ ગયો.

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!