GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

આ દેશે આપ્યું રોબોટને નાગરિકત્વ, રોબોટે કહ્યું થેન્ક યૂ

માણસોને તો જે-તે દેશનું નાગરિકત્વ મળતું હોય છે. પરંતુ એકવીસમી સદીમાં રોબોટને પણ નાગરિકત્વ મળે તો નવાઈ ના પામતા. રોબોટને નાગરિકત્વ આપનાર સાઉદી અરેબિયા વિશ્વનો પહેલો દેશ બન્યો છે. આ રોબોટનું નામ સોફિયા છે.

સોફિયા રિયાધમાં યોજાયેલા ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં સ્પીકર છે. આ સમીટમાં દેશમાં મોર્ડનાઈઝેશન માટે રોકાણ વધારવા અંગે ચર્ચા થઈ રહી છે.

નાગરિકત્વ મળતા જ રોબોટ સોફિયાએ થેન્ક યૂ કહ્યું છે. તેણે કહ્યું કે મને વિશેષ સન્માન મળ્યું તેનો ગર્વ અનુભવું છું. પહેલીવાર રોબોટને નાગરિકત્વ મળ્યું છે જે ઐતિહાસિક છે. હું લોકોમાં વિશ્વાસ વધારવાનું કામ કરીશ.

સોફિયાને હોંગકોંગની હેનસન રોબોટિક્સે બનાવી છે. સોફિયાની ખાસિયત જોઈએ તો તે ચહેરાના હાવભાવ ઓળખી શકે છે અને કોઈની પણ સાથે સામાન્ય વાતચીત કરી શકે છે. રોબોટ હોવા છતા સોફિયામાં મનુષ્યની જેમ વિવિધ લાગણીઓ છે. જે રીતે માણસની આંખો રોશની મુજબ બદલાય છે તેવી જ ટેક્નોલોજી સોફિયાની આંખોમાં પણ છે. સોફિયા ટોક શોમાં રોક, પેપર, સીઝર ગેમ જીતી ચૂકી છે.

Related posts

પાક.ની નાપાક ચાલથી લદ્દાખ અને કાશ્મીરમાં આવી શકે છે પૂર, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000 ને પાર, અત્યાર સુધીમાં 57 ના મોત

Nilesh Jethva

સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો, રાજુલા રેન્જના અધિકારીઓ સમગ્ર મામલે અજાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!