GSTV
Home » News » રોબોટ બન્યો શિક્ષક ! : શાળામાં બાળકોને કરાવે છે અભ્યાસ…

રોબોટ બન્યો શિક્ષક ! : શાળામાં બાળકોને કરાવે છે અભ્યાસ…

થોડા સમય ૫હેલા વિશ્વમાં સૌપ્રથમ રાજકારણી રોબોટ તૈયાર થયો હોવાના બહાર આવેલા સમાચારે સમગ્ર વિશ્વમાં એક નવા જ યુગના મંડાણ થયાનો અહેસાસ બધાને કરાવ્યો હતો. તેવી સ્થિતિ વચ્ચે હવે માનવીના ઘડતર જેનું સૌથી વધુ અને મહત્વનું યોગદાન હોય છે, તેવા શિક્ષકની કામગીરી ૫ણ રોબોટ દ્વારા થતી હોય તેવા દિવસો દૂર નથી ! કારણ કે ફિનલેન્ડની એક શાળામાં આવો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. અહી એક રોબોટને શિક્ષક તરીકેની કામગીરી સોં૫વામાં આવી હતી. આ કામગીરી તેણે બખુબી નિભાવી હતી.

ફિનલેન્ડની એક સ્કુલમાં એક રોબટને ટીચર બનાવવામાં આવ્યો છે. આવું કરવાનું મુખ્ય કારણ તે રોબોટની કાબેલિયત છે. જે જોઈને બાળકો અને અન્ય સ્કુલ ટીચર પણ અચરજ પામે છે. ફિનલેન્ડની ટેંપરીમાં એક પ્રાથમિક શાળામાં રોબોટના ટેસ્ટીંગ માટે શિક્ષકની નોકરીમાં રાખવામાં આવ્યો છે.

કેવો છે આ રોબોટ ?

1 ફુટનું કદ ધરાવતા આ એલિયાસ નામના રોબોટને સોફ્ટબેંકના એનએઓ ઈંટરેક્ટિવ કંપેનિયન રોબોટ પ્રોગ્રામ હેઠળ વિકસિત કરવામાં આવ્યો છે. આ રોબોટ બનાવવાનો હેતું શિક્ષણના કથળી ગયેલા સ્તરને સમૃધ્ધ કરવાનો છે. હાલમાં આ રોબોટ ટીચર ટ્રાયલ છે. જોકે તેનું અને બાળકોને જે રીતે પસંદ આવી રહ્યો છે તે જોઈને લાગે છે નજીકના ભવિષ્યમાં શિક્ષકો નહિ પરંતુ શાળા અભ્યાસ કરાવતા જોવા મળશે.

બાળકોના તમામ પ્રશ્નોના જવાબ આપે છે

આશ્ચર્યજનક બાબત એ છે કે આ રોબોટ બાળકોને 23 ભાષાઓમાં શિક્ષણ આપી શકે છે. વિદ્યાર્થીઓના કોઈ પણ સવાલ સાંભળીને ગુસ્સો નથી કરતો પણ શાંતિથી સાચો જવાબ આપે છે. એટલું જ નહિ બાળકો જ્યારે અભ્યાસ કરીને થાકી જાય છે ત્યારે બાળકોના મનોરંજન માટે રોબોટ ડાન્સ પણ કરે છે. બાળકો રોબોટની જુદી જુદી ભાષા ખુબ પસંદ આવી રહી છે.
શાળાઓમાં શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા માટે અને શિક્ષણને સચોટ બનાવવા માટે આગામી ટૂંક સમયમાં વ્યવહારૂ ધોરણે શિક્ષક તરીકે રોબોટને રાખવામાં આવે તેવા દિવસો હવે દૂર નથી.

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!